Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ગીરના સિંહોની વીડિયો લાઇબ્રેરી ધરાવતા વાઇલ્ડલાઇફ પત્રકાર હનીફ ખોખરનો આજે જન્મ દિવસ

જૂનાગઢઃ ટીવી પત્રકાર હનિફ ખોખર ૧૫ વર્ષના હતા ત્યારે બગસરામાં રહીને ગુજરાત, ભારત અને વિશ્વના દેશોના રેડિયો સાંભળવાનો શોખ હતો. ત્યારે તેમણે નક્કી કર્યું કે તે સમાચારોની દુનિયા સાથે જોડાશે. તેમનું સપનું ૨૦૦૧માં સાકાર થયું હતું. તે ટિલિવિઝન જર્નાલિસ્ટ બની ગયા હતા. મૂળ કુતિયાણાના અને તેમનું કુટુંબ જુનાગઢના નવાબ કુટુંબ સાથે જોડાયેલું હતું. ત્યારે ગીરના જંગલની રખેવાળી તેમના કુટુંબને સોંપવામાં આવી હતી. આઝાદી પહેલાં તેમના પિતા બગસરામાં રોયલ ફેમિલી માટે ફોટોગ્રાફી કરતા હતાં. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ માટે સ્ટુડિયો હતો. હનીફના તેમના લોહીમાં ફોટોગ્રાફી છે. કોઈ ઘટનાને વિઝયુલાઈઝ કરવાની આવડત સહજ છે. હનિફ પાસે આજે ગીરના સિંહની વીડિયો કલેકશન છે, ૫૦ શબ્દોમાં....તેમણે છેલ્લાં ૧૭-૧૮ વર્ષની સિંહોની દુનિયામાં બનેલી ઘટનાઓનું જેટલું પણ શૂટ કર્યું છે તે ઉપરાંત બીજી બધી બાબતોની ફિલ્મો મળીને ૫૦૦૦ ફિલ્મની લાઈબ્રેરી બનાવી છે. જેમાં એશિયાટીક લાયનની રેર વીડિયો પણ છે. જેમાં કયાંય એટેક થયા હોય કે સિંહ કે જંગલી પ્રાણીઓની બચાવ રાહત કામગીરી હોય તે બધી ફિલ્મો તેમાં છે. રેર પ્રાણીઓની પણ કેટલીક ફિલ્મો છે. જેમાં એક જંલગી બીલાડી (રસ્ટી સ્પોટેડ કેટ) પણ છે. વીડિયો કેસેટ પણ છે.તેમણે ૧૭ વર્ષથી જેટલું વીડિયો શુટીંગ કર્યું છે તે તમામ ૧૦ ટીવી ડીજીટલ ડેટા તેમની પાસે સ્ટોરેજ છે. ગીર ઈન્ડિયા ફિલ્મના લોકો તેમની વીડિયો યુટ્યુબ પર પણ મૂકે છે. જન્મદિનની મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે.(૨૩.૧૨)

(3:47 pm IST)