Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઉના કોળી સમાજના યુવા અગ્રણી રસીકભાઇ ચાવડાનો કાલે જન્મદિન

ઉનાઃ સંવેદના ડેવલોપમેન્ટ ફાઉડેશનના પ્રમુખને અને યુવા આગેવાન રસીકભાઇ કાળાભાઇ ચાવડાનો તા.૯નાં ૩૬નો જન્મદિવસ છે. નાની ઉમરેથી જ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ રસીક ચાવડાને આર.સી.ના હુલામણા નામથી મિત્રો બોલાવે છે. કોળી સમાજમાં યુવા આગેવાન તરીકેની છાપ ધરાવે છે, વિસ્તારના કે સમાજના પ્રશ્નો બાબતે જાગૃતતા દાખવી રજુઆતો કરે છે. શ્રી ચાવડા પ્રાદેશીક અને રાષ્ટ્રીય સંગઠનોમાં જોડાયેલ છે. અખીલ ભારતીય કોળી સમાજના યુવા પ્રદેશ મહામંત્રી તેમજ યુવા વિકાસ સંગઠનમાં રાષ્ટ્રીય મહામંત્રી ખેડુત ખેત મજુર પશુપાલક બેરોજગાર મહામંડળમાં ગુજરાત પ્રદેશના સ્થાપક મહામંત્રી તરીકે જવાબદારી નિભાવે છે અને સંવેદના ગૃપ દ્વારા સામાજિક પ્રવૃતિઓ કરે છે. તેઓના જન્મદિન નિમીતે મો. ૯૯૦૯૩ ૨૧૭૧૭ અને ૯૭૧૪૩ ૨૨૦૦૦માં અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(11:35 am IST)
  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST

  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST