Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

નાટયકાર, કલાસર્જક તથા પ્રદેશ કોંગ્રેસના સાંસ્કૃતિક મહામંત્રી- અઝીઝ ઈબ્રાહીમનો જન્મદિવસ

રાજકોટઃ શહેરની રંગમંચલક્ષી પ્રવૃતિ સાથે સંકળાયેલ નાટયકાર, લેખક- દિગ્દર્શક તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સાંસ્કૃતિક વિભાગના મહામંત્રી, સૌરાષ્ટ્ર- કચ્છના ઈન્ચાર્જ અઝીઝ ઈબ્રાહીમનો આજે તા.૭ને સોમવારના રોજ જન્મદિવસ છે.

છેલ્લા ચાર દાયકાથી નાટયક્ષેત્ર, ટી.વી.માધ્યમ તથા આકાશવાણી, રંગમંચ ઉપર સફળ કૃતિઓનું સર્જન કરીને અત્યંત લોકપ્રિયતા હાંસલ કરેલ છે. ગુજરાત રાજય નાટય સ્પર્ધામાં વડોદરા ખાતે જવલંત સફળતા સાથે, ગુજરાત કક્ષાનું પ્રથમ પારિતોષીક મેળવેલ હતું.

દિલ્હી ખાતે યોજાયેલ ટેલીફિલ્મ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરેલ હતો, લગભગ ૫૩ ટેલીફિલ્મનું લેખન- દિગ્દર્શન સંભાળીને નવું પરિમાણ ઉભુ કરેલ હતું. તેમની ટેલીફિલ્મ ધ સેડો તથા ટોરટેકસ અનેકવાર રાષ્ટ્રીય પ્રસારણમાં સ્થાન મેળવેલ હતું.

વર્ષ ૧૯૮૮માં ગુજરાત કક્ષાનો કલામહર્ષી એવોર્ડ તથા 'નાટય ભૂષણ'ની માનદ ઉપાધી અર્પણ કરવામાં આવેલ હતી. તાજેતરમાં તેમના સફળ ફૂલલેન્થ નાટકો 'એક પાનખરનું સમણું વસંત', 'છેલ્લી પાંચ મીનીટ'એ દર્શકોમાં સારી લોકચાહના પ્રાપ્ત કરેલ છે. અઝીઝ ઈબ્રાહીમ રાજકોટ તથા સૌરાષ્ટ્ર- કચ્છના વિભાગીય પ્રવકતા તરીકે સફળ કામગીરી બજાવ્યા બાદ હાલ પ્રદેશ કોંગ્રેસના સાંસ્કૃતિક મહામંત્રી તરીકે સેવાભાર સંભાળી રહેલ છે. (મો.૯૮૨૪૦ ૩૯૧૬૪)(૩૦.૭)

(2:34 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની પુત્રીનું અપહરણ કરવાની ધમકી :સીએમઓ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળતા દિલ્હી પોલીસમાં ફરિયાદ :પોલીસે કેજરીવાલની પુત્રીની સુરક્ષા વધારી :મામલાની તપાસ સાઇબર સેલની સોંપી :ધમકીભર્યા ત્રણ ઈમેલ સીએમની સત્તાવાર ઈમેલ આઈડીમાં આવ્યા જેમાં બે ઇમેલમાં અપહરણ કરવાની ધમકી આપી access_time 12:47 am IST

  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST