Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મોવીયાના સંતોષી માતાજી મંદિરના પૂજારી માં મીનાદેવીનો કાલે જન્મદિવસ

ભાવનગરઃ. જેમનો વૈચારીક અણુ એ સનાતની વિચારકાર્ય અને સંસ્કાર વ્યાપ્ત છે તેવા ગોંડલ પાસે મોવિયાના સંતોષી માતાજી મંદિરના તપોનીષ્ઠ પૂજારી વિશ્વધરાભૂષણ માં મીનાદેવીનો આવતીકાલે રવિવાર તા. ૬ના જન્મ દિવસ છે.

તેઓ લંડન, આફ્રિકા, નાઈરોબી, કેન્યા, નકુરૂ, અમેરિકા, મોમ્બાસાની ધર્મયાત્રા કરી વિશ્વસ્તરીય સંમેલનોમાં ભાગ લઈ ભારતીય સંસ્કૃતિના વ્યાપ માટે યોગ્ય પ્રતિનિધિત્વ પુરૂ પાડયુ. વૈશ્વિક નારી રત્ન પૂજારી માં મીનાદેવી મોવિયાના સંતોષી માતાજી મંદિરમાં બન્ને ટાઈમ હરીહર, અન્ય માનવ સેવા નિરાભીમાની બની કરી રહેલ છે. માં ના બાલુડાઓ માં મીનાદેવીને જન્મ દિને મો. ૯૪૨૭૨ ૬૯૮૭૦ દ્વારા શુભેચ્છા ધોધ વરસાવી રહ્યા છે.

(11:42 am IST)
  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST