Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

જાહેર જીવનના આભૂષણ સમાન ટપુભાઈનો કાલે જન્મદિન

ખેરડીની ધૂળથી રજોટાઈને રાજકોટમાં ઉજ્જવળ પ્રતિભા

રાજકોટઃ. જાહેર જીવનના અમૂલ્ય આભૂષણ ગણાતા ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ટપુભાઈ એલ. લીંબાસિયાનો જન્મ આજથી ૮૦ વર્ષ પહેલા (૧૯૩૯) કુવાડવા પાસેના ખેરડી ગામમાં થયેલ. આવતીકાલે તા. ૬ જાન્યુઆરીએ ચમકતા-દમકતા જીવનના ૮૧માં વર્ષમાં પ્રવેશ કરશે.

લેઉવા પટેલ રત્ન શ્રી ટપુભાઈ લીંબાસિયા બી.એ.ની પદવી ધરાવે છે. શીશુકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. નાગરિક બેંકમાં વરસો સુધી વાઈસ ચેરમેન રહેલા અને વર્ષોથી ડીરેકટર છે. તેમણે સંત કબીર રોડ પર શ્રી ગુરૂદતાત્રેય સહકારી મંડળી નામથી બીજ રોપેલુ તે આજે ઘેઘુર વૃક્ષ બની અનેક જરૂરીયાતમંદોને શિતળ છાંયા આપી રહ્યુ છે. તેમની પ્રેરણાથી મંડળીના કાર્યાલય ખાતે શિયાળામાં રોજ વહેલી સવારે આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. ટપુભાઈનો ઉકાળો, લાગે બહુ હુંફાળો... બેડીપરા લેઉવા પટેલ સમાજ સહિત વિવિધ સંસ્થાઓમાં તેમનું મહત્વનુ યોગદાન છે. તેમણે અનેક નવોદિત રાજકીય કાર્યકરોની આંગળી પકડીને ચાલતા શિખવ્યા બાદ પ્રગતિના પંથે દોડવાની તક આપી છે. તેમણે પોતાનું જાહેર જીવન ફુલ જેવું રાખ્યુ છે. ગમે તેટલી ધૂળ ઉડતી હોય તો પણ ફુલો કયારેય મેલા થતા નથી. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, ટપુભાઈ બારેમાસ...

ફોન નં. ૦૨૮૧-૨૭૦૫૦૧૫, મો. ૯૪૨૮૨ ૦૦૦૯૯ - રાજકોટ

(11:36 am IST)