Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

એડવોકેટ નવીનભાઇ શાહનો ''હેપ્પી બર્થ ડે'' ૬૫ પુરાઃ ૬૬માં પ્રવેશ

રાજકોટ તા.૩: આજ રોજ તા. ૩-૧-૨૦૧૯ના રોજ એડવોકેટ નવીનભાઇ શાહનો જન્મ દિવસ છે. તેઓઅ આજે જીંદગીના ૬૫ વર્ષ પુરા કરીને ૬૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

૧૯૮૨માં વકીલાત શરૂ કરેલ, અમારા સીનીયર એડવોકેટ શ્રી વિનોદભાઇ ગોસલીયા અને શ્રી એમ.વી. ગણાત્રા, એડવોકેટ નીચે પ્રેકટીસ શરૂ કરેલ હતી.

એમ.એ.સી.ટી. બારની શરૂઆત ૧૯૯૯માં કરેલ, જેમાં પ્રથમ પ્રમુખ તથા ફાઉન્ડર તરીકે શ્રી એન.આર. શાહની વરણી કરવામાં આવેલી.

મોટર અકસ્માત ગરીબ અરજદારોને તાત્કાલીક વળતર મળે તેમજ તેઓને મદદરૂપ થવામાં પુરતો ટેકો આપીને મદદ કરવાની ભાવના રાખે છે.

હાલમાં વકીલાતમાં પણ તેજ ભાવનાથી ગરીબ અરજદારોને મદદરૂપ થવામાં ખુબ જ યશસ્વી કામગીરી બજાવી રહયા છે. એમ.એ. સી.ટી.માં જયારે ૧૯૯૯-૨૦૦૦માં કરોડો રૂપિયા લોકઅદાલતમાં ચુકવાયેલ તેમજ અરજદારોને તાત્કાલીક પેમેન્ટ મળે તે માટે વળતરની રકમ ચુકવવા માટે ૨૦૦ કેસમાં ચેકો એક જ દિવસે ચુકવવા માટે યશસ્વી કામગીરી કરેલ છે. અત્યાર સુધીમાં પ્રથમ વખત જ ચેકોનું વિતરણ એક જ દિવસમાં ચુકવાયા અંગેની લોકઅદાલત કરેલ છે.

અમારા પુત્ર હેમલ એન.શાહ હાઇકોર્ટ ખાતે અમદાવાદ મુકામે પ્રેકટીસ કરે છે. આજે તેઓના જન્મદિવસ નિમિતે મો.નં. ૯૪૨૬૪ ૭૨૨૫૮ ઉપર અભિનંદન મળી રહયાં છે.

(3:56 pm IST)
  • અમદાવાદ બાવળા રોડ પર ફાયરીંગમાં બે વ્‍યકિતના મોત જમીન પ્રશ્‍ન થયું ફાયરીંગ : બંનેના મૃતદેહ હોસ્‍પિટલમાં ખસેડાયા : ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઇ : તપાસનો ધમધમાટ access_time 3:32 pm IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST