Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

જામનગર લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ મનસુખભાઇ રાબડીયાનો જન્મ દિવસ

જામનગર, તા.૩: લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાનો આજ જન્મદિન છે.

વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થીઓનાં પ્રશ્નો અંગે જાગૃત રહી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં કરવામાં આવેલ કાશ્મીર બચાવો કાર્યક્રમમાં ગુજરાતનું નેતૃત્વ કર્યુ હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં બે ટર્મ જીલ્લા મહામંત્રી તથા બે ટર્મ જીલ્લા પ્રમુખ તરીકે સફળતા પૂર્વક જવાબદારી સંભાળેલ હતી.

રોટરેકટ કલબનાં ફાઉન્ડર પ્રેસીડેન્ટ તરીકે તથા રોટરી ઇન્ટરનેશનલ કલબમાં પણ ઘણાં વર્ષો સુધી સક્રિયપણે કાર્ય કર્યુ હતું. કોલેજનાં અભ્યાસની સાથે જામનગર શહેર-જીલ્લામાં દુરદર્શન કેન્દ્ર ન હોવાથી કેબલ નેટવર્ક દ્વારા કેબલ ટીવીનો ૧૯૮૭માં સૌ પ્રથમ પાયો નાખ્યો હતો અને કેબલ ટીવી મારફત ઇલેટ્રોનિકસ મીડિયામાં સ્થાનિક સમાચાર ૧૯૯૮થી શરૂ કરી ઇલેટ્રોનિકલ મિડીયાનાં પત્રકાર તરીકે સૌ પ્રથમ માન્યતા મેળવવાનું બહુમાન પણ મેળ્યું હતું. શહેરમાં આવેલ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજનાં સૌથી નાની વયે પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના મો. ૯૮૨૪૨ ૬૪૪૪૪ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(3:48 pm IST)
  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST