Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

મોબાઇલ ક્ષેત્રે દેશભરમાં ૪૫ બ્રાન્ચ ધરાવતા અને રાજકોટ લોહાણા મહાજનના ઉપપ્રમુખ

પુજારા ટેલીકોમના ચેરપર્સન યોગેશભાઇ પુજારાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સમગ્ર ભારતમાં ટેલીકોમ તથા મોબાઇલ બિઝનેસમાં ૪૫ જેટલી બીઝનેસ બ્રાન્ચીસ ધરાવતા પુજારા  ટેલીકોમા રાજકોટના ચેરપર્સન યોગેશભાઇ લક્ષ્મીદાસભાઇ  પુજારાના આજરોજ જન્મદિવસ છે. તેઓ પોતાના યશસ્વી જીવનમાં ૫૭ વર્ષ પુર્ણ કરી ૫૮માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

૩/૧/૧૯૬૨માં જન્મેલ યોગેશભાઇ પુજારા હાલમાં સમગ્ર વિશ્વના સૌથી મોટા રાજકોટ લોહાણા મહાજનના ઉપપ્રમુખ તરીકે સફળતા પુર્વક સેવા આપી રહયા છે. આ અગાઉ તેઓ રાજકોટ લોહાણા મહાજનમાં કારોબારી ઉપપ્રમુખ પદે પણ રહી ચુકયા છે.  ભારત સંચાર નિગમમાં (બીએસએનએલ) માં જોડાઇને પોતાની કારકિર્દિ શરૂ કરનાર યોગેશભાઇ છેલ્લા ૨૫ વર્ષોથી પુજારા ટેલીકોમ ખુબજ  સફળતા પુર્વક ચલાવી રહયા છે. વિન્રમ તથા વિશાળ સ્ટાફ સાથે ટેલીકોમ તથા મોબાઇલની દુનિયામાં સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ આપતુ પુજારા  ટેલીકોમ તાજેતરમાં ભુતકાળમાં (એલઇડી) ટી.વી.ની દુનિયામાં પણ અગ્રીમ હરોળમાં આવી રહયું છે. રાજકોટ ખાતે સૌપ્રથમ વખત લોકો માટે પોતાની પર્સનલ હેલીકોપ્ટર સેવા શરૂ કરનાર યોગેશભાઇ પુજારાને ભારત સરકાર દ્વારા 'બેસ્ટ બિઝનેસમેન'નો નેશનલ એવોર્ડ પણ મળી ચુકયો છે. ગુજરાતના લગભગ તમામ મોટા તથા મુખ્ય શહેરોમાં પોતાની બ્રાન્ચ ધરાવનાર યોગેશભાઇ પુજારાએ ગુજરાત સિવાયના રાજયોમાં પણ પુજારા  ટેલીકોમની બ્રાન્ચ શરૂ કરી છે ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા આપવાનું વણલખ્યું સુત્ર પુજારા  ટેલીકોમનું રહયુ હોવાનુ યોગેશભાઇ પુજારા જણાવી રહયા છે. જન્મદિન નિમિતે તેઓ ઉપર મો. ૯૮૨૫૨ ૨૨૫૫૫ તથા ૯૯૦૯૯ ૦૦૧૯૦ ઉપર  શુભેચ્છઓનો ધોધ વરસી રહયો છે. (૪૦.૫)

(12:30 pm IST)