Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ભાવનગર જીલ્લામાં ડીસીએફ ડો. સંદીપકુમારનો જન્મદિન

 પ્રભાસ-પાટણ તા ૩ :  મુકત રીતે વિહરતા એશીયાટીક સિંહોથી જગપ્રસિધ્ધ સાસણને પોતાની અંગત સુઝબુઝ, ધગશ તથા ઉત્સાહ દાખવી સાસણને વિશ્વફલક સુધી પહોંચાડવામા જેેમનું પણ મોટુ યોગદાન છે તેવા ભાવનગર જીલ્લાના નાયબ વન સંરક્ષક ડી.સી.એફ સંદીપકુમાર આજે ૪૫ માં વર્ષમા઼ પ્રવેશ કર્યો છે. તા. ૩-૧-૧૯૭૫ ના રોજ બિહારના ગયા જીલ્લાના રામપુર ગામે જન્મેલા તેઓ વનવિભાગના કુશળ વ્યવસ્થાપક અધિકારી તરીકે જાણીતા છે. ડો.સંદીપકુમાર જીનેટીકસ વિષ્યમાં પી.એચ.ડી.ની પદવી ધરાવે છે, તેઓ નર્મદા ખાતેપણ ફરજ બજાવી ચુકયા છે.

સીવીલ સર્વિસમાં જોડાઇ તેઓ વાઇલ્ડ લાઇફ એજયુકેશન પણ મેળવેલ છે.સિંહના જીવનનો અને તેની રહેણી કરણીનો  સુક્ષ્મ અભ્યાસ કરી તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે.વન-વાનરાજી તથા વનરાજો વિષે તેઓ હરતી ફરતી ઇન્સાયકલો ઓફ ઇન્ડિયા કે જીવતું જાગતું ગુગલ છે.

વન્યપ્રાણી ફોટોગ્રાફી તેમનો શોખ છે. રાજયસરકારની યોજનાઓ - ઉંચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન અને સાથી કર્મચારીઓનો પારિવારિક સહકારથી તેમના કાર્યકાળ દરમ્યાન તેઓની જયાં-જયાં નિમણુંક થઇ છે ત્યાં-ત્યાં સામાન્ય પ્રવાસીથી માંડી વી.વી.આઇ.પી. પ્રતિભા તેમના કાર્યથી પ્રભાવિત યાદગાર થયા છે. તેમના જન્મ દિને (મો. નં. ૯૯૧૩૧ ૪૪૩૩૬) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (૩.૩)

(12:03 pm IST)
  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST