Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુરનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ભાજપના લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ અને રાજયસભાના સભ્ય શ્રી ઓમ માથુરનો જન્મ તા. ૨ જાન્યુઆરી ૧૯૫૨ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ રાજસ્થાનના વતની છે. ત્યાંથી રાજયસભામાં ચૂંટાયેલા છે. તેમણે જયપુરની રાજસ્થાનની યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી છે. ભૂતકાળમાં રાજસ્થાન ભાજપના પ્રમુખ તથા ગુજરાતનાં પ્રભારી પદે  રહી ચૂકયા છે. હાલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.(૧.૧૪)

ફોનનં. ૦૧૧ ૨૩૦૧૧૯૩૯

મો. ૦૯૪૬૦૦ ૦૨૫૦૦  નવી દિલ્હી

 

(11:43 am IST)
  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની પુત્રીનું અપહરણ કરવાની ધમકી :સીએમઓ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળતા દિલ્હી પોલીસમાં ફરિયાદ :પોલીસે કેજરીવાલની પુત્રીની સુરક્ષા વધારી :મામલાની તપાસ સાઇબર સેલની સોંપી :ધમકીભર્યા ત્રણ ઈમેલ સીએમની સત્તાવાર ઈમેલ આઈડીમાં આવ્યા જેમાં બે ઇમેલમાં અપહરણ કરવાની ધમકી આપી access_time 12:47 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST