Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

જૂનાગઢના સેવાભાવી ડો. ડી.પી. ચિખલીયાનો જન્મદિન

 જૂનાગઢ તા.રઃ જૂનાગઢના સેવાભાવી ડો. દેવરાજભાઇ પાંચાભાઇ ચિખલીયાનો કાલે જન્મદિવસ  ઉજવાયો હતો.

તા. ૧-૧-૧૯૫૧ના રોજ જેતપુર-તાલુકાના આરબટીંબડી ગામે ખેડૂત પરિવારનાં પાંચાભાઇ વશરામભાઇ ચિખલીયા અને મણિબેનને ત્યાં જન્મેલ શ્રી ચિખલીયાએ પોતાની કારકિર્દી મેડીકલ ક્ષેત્રે શરૂ કરી ૧૯૮૦માં એમ.એસ(સર્જન) બન્યા અને સુર્વણચન્દ્ર વિજેતાથયેલ તેઓ જૂનાગઢ ત્રિમુર્તિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના છે અને ઈન્ડિયન મેડીકલ એશોસીએશન ન્યુ દિલ્હીના વાઇસ ચેરમેન પદે સેવા આપી રહયા છે. તેઓએ ઈન્ડિયન મેડીકલ એશો. જૂનાગઢના પ્રમુખ તરીકે પાંચ ટર્મ સુધી સેવા આપેલ હાલ તેઓ જૂનાગઢ અંધ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી તેમજ ૧૪ જેટલી સંસ્થાઓમાં સેવા આપી રહયા છે. તેઓએ તત્કાલીન રેન્જ વડા પ્રવિણસિંહ સાથે કરેલ અવિરત કેમ્પથી પૂ. બાપુએ નોંધ લીધી છે. શ્રી ચિખલીયાએ ૧૦૦ જેટલી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય તબીબ કોન્ફરન્સમાં ભાગ લીધેલ છે અને મેડીકલ ક્ષેત્રે ૧૯૮૧થી લઇ અત્યાર સુધીમાં નાની મોટી ૧૫ લાખ જેટલી સર્જરી કરી રેકોર્ડ સર્જેલ છે. તદ્દ ઉપરાંત આખા સૌરાષ્ટ્ર માં ૧૫૦ જેટલા વિનામુલ્યે કેમ્પ યોજી એકલાખથી વધુ દર્દીઓની સારવાર કરેલ છે. તેઓ ૧૯૯૧થી ભાજપના સક્રિય સભ્ય છે. ડો. ચિખલીયા તેમના આયુષ્યના ૬૭ વર્ષ પુર્ણ કરી ૬૮માંવર્ષમાં પ્રવેશ્યા છે. મો.નં. ૯૮૨૫૨ ૩૧૭૩૧ (૧.૫)

 

(11:44 am IST)