Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભાજપ યુવા અગ્રણી શૈલેષ ડાંગરનો આજે જન્‍મદિવસ

રાજકોટ : શહેર યુવા ભાજપ અગ્રણી તેમજ વિધાનસભા-૭૦ના આઇ.ટી.મીડિયાના ઇન્‍ચાર્જ શૈલેષ ડાંગરનો આજે તા. ૧૬ જુનનાં જન્‍મદિવસ છે. શૈલેષ ડાંગર શહેર ભાજપ અગ્રણી હરિભાઈ ડાંગર(બાપલીયા) તેમજ મહાનગરપાલિકાના રોશની સમિતિના ચેરમેન અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર શ્રીમતી જયાબેન હરિભાઈ ડાંગરના સુપુત્ર છે. શૈલેષભાઈ ડાંગરે માતા-પિતાના આશીર્વાદ તથા તેમના દ્વારા લોકસેવા માટે કરવામાં આવતા કાર્યોમાંથી પ્રેરણા લઈને માત્ર ૨૦ વર્ષની યુવા વયે જ રાજકોટની પ્રજાની સેવા કરવાનું નક્કી કરી, રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તા તરીકે જોડાઈ કેસરિયા કર્યા હતા. ત્‍યારથી લઈ તેઓ આજદિન સુધી સક્રિય રહી લોકસેવાની ફરજ બજાવી રહ્યા છે.
રાજકીય ક્ષેત્રે સક્રિય રહી લોકસેવામાં રહેલા શૈલેષ ડાંગર સમાજનો વિકાસ થાય તેની નેમ લઈ સામાજિક ક્ષેત્રે પણ આહિર સમાજની ધ્રોલ આહિર કન્‍યા છાત્રાલય, ખોડિયાર ગરબી મંડળ તથા મુરલીધર યુવાન ગ્રુપ જેવી અનેકવાર સંસ્‍થાઓના ટ્રસ્‍ટી તરીકે તેમજ શ્રી દેવાયતબાપા બોદર વીર સપૂત આહિર સમાજ રાજકોટના સભ્‍ય તરીકે પણ કાર્યરત છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્ર મંડળ સહિત વિવિધ રાજકીય તથા સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા (મો.નં. ૯૯૭૪૩ ૪૩૬૪૩) પર શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે

 

(11:42 am IST)