Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જીઇબી ગુજરાત વિદ્યુત મઝદૂર સંઘના મહામંત્રી જીતેન્દ્ર વ્યાસનો જન્મદિન

રાજકોટ : ભારતીય મઝદુર સંઘ રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ તેમજ જીઇબી ગુજરાત વિદ્યુત મઝદૂર સંઘના વિશેષ મહામંત્રી શ્રી જીતેન્દ્ર આર. વ્યાસનો જન્મદિન છે.

ભારતીય મઝદૂર સંઘ તેમજ જી.ઇ.બી સાથે વર્ષોથી સંકળાયેલા એવા શ્રી જીતેન્દ્ર આર. વ્યાસનો જન્મ ધોરાજી ખાતે તા. ૧૧-૧૦-૧૯૬૭ના રોજ થયેલ.

તેઓ ગ્રેજયુએટ સુધી ધોરાજીમાં જ અભ્યાસ કરેલ. સુપરવાઇઝર પરિક્ષા ગાંધીનગર ખાતે પાસ કરેલ. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ સાથે જોડાયેલ છે. તેઓ જીવનના પ૧ વર્ષ પૂર્ણ થઇને પર માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓને ભારતીય મજદુર સંઘના શ્રી હસુભાઇ દવે, તેમજ શ્રી શાહ, શ્રી સાવલીયા શ્રી લાલકીયા કીંજીયા તેમજ જેટકો પી.જી.વી.સી.એલ. ટેકનીકલ કલીયરકર કર્મચારીઓએ જન્મદિનની શુભેચ્છા પાઠવીછે. (મો. ૯૯રપર ૧૯૯પ૧)

(3:34 pm IST)