Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ વિજય કોરાટનો જન્મદિન

રાજકોટઃ જીલ્લા ભાજપા કિસાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટ આજે ૪૦માં વર્ષમાં  પ્રવેશ કરી રહ્યા છે.  નાનપણથી જ હિન્દુત્વવાદી વિચારધારા તેમજ સેવાકીય પ્રવૃતિમાં  રસ ધરાવતા યુવા નેતા તરીકે ઉભરીને આજે તેઓ અનેક સંસ્થાકીય તેમજ ભાજપાના સંગઠનમાં દીન-પ્રતિદિન પ્રગતી કરી રહ્યા છે.

તેઓ મોટા મૌવા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. મોટામૌવા ગામમાં તેઓ સ્વખર્ચે રોડ-રસ્તા ઉપરાંત અનેક વિકાસકાર્યો કર્યા છે. રાજકોટ જીલ્લાના સરપંચ સંગઠનમાં બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈને સરપંચોના પ્રશ્ને સતત જાગૃતતા કેળવીને સરકારશ્રીમાં સચોટ રજુઆતો કરી રહ્યા.

શ્રી વિજયભાઈ કોરાટ સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં ટ્રસ્ટી જેમાં દ્વારકા, નાથદ્વારા, હરિદ્વાર, ગોકુલ, મથુરા, રાજકોટ પાર્ટી પ્લોટ એશોસિયેશનના પ્રમુખ,  મોટામૌવા અને મવડી શ્મશાનગૃહમાં ટ્રસ્ટી અને સંચાલન કરે છે.

તેમના જન્મ દિવસ નિમિત્ત્।ે સાંસદશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ મોહનભાઈ કુંડારિયા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જીલ્લાના પ્રમુખશ્રી ડિ.કે.સખીયા, મહામંત્રીશ્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, તથા વગેરેએ શુભેચ્છા પાઠવવા મો. ૯૮૯૮૭૦૦૦૫૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.(૨૨.૩)

(11:53 am IST)
  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST

  • બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST

  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST