Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વિકાસ પબ્લીસીટીવાળા શ્રેયાંસ મહેન્દ્રભાઈ મહેતાનો આજે જન્મદિવસ

 રાજકોટઃ  વિકાસ પબ્લીસીટીના સ્થાપક અને મોઢ વણિક જ્ઞાતિના શ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ ઈન્દુકુમાર મહેતાના પુત્ર શ્રેયાંસ મહેન્દ્રભાઈ મહેતાનો આજે ૨૭ મો જન્મદિવસ છે. ખુબ જ નાની ઉમરમાં ઓફીસની સાથો સાથ સામાજીક જવાબદારી સાથે આગળ વધતા સરળ અને નીખાલસ સ્વભાવ ધરાવતા શ્રેયાંસભાઈ તેમના મોટાભાઈ રીશીતભાઈની સાથે વિકાસ પબ્લીસીટીનું સંપૂર્ણ સંચાલન તથા દાદા ઈન્દુભાઈ ગોરધનદાસ મહેતા (મહેતાભાઈ પેનવાળા) નો ૬૫ વર્ષ જૂનો પેન-બોલપેન નો ધંધો આજના આધુનીક યુગ મુજબ નવા નામ અને આકર્ષક કલેકશન સાથે વિકાસ પેન વર્લ્ડનું સંપૂર્ણ સંચાલન કરે છે. શ્રેયાંસભાઈ  મોઢ વણિક માતંગી પાટોત્સવ સમિતીનું પ્રમુખ સ્થાન શોભાવે છે, જેમાં મોઢ જ્ઞાતીના ૩૦૦૦ વધુ લોકોનું સમૂહ ભોજનનું આયોજન અને મોઢ વણિક જ્ઞાતીના દિકરા દિકરી માટે ૩ વર્ષથી નીઃશુલ્ક ઈ-મેરેજ બ્યુરોનું સંચાલન કરે છે, જેમાં ૨૦થી વધુ દિકરા દિકરીના સફળ લગ્નજીવનમાં સેતુ બનેલ, મોઢ વણિક જ્ઞાતીની ૧૦૦ વર્ષ જુની મોઢ મહોદય મુખપત્રમાં એડહોક કમીટીમાં સ્થાન ધરાવે છે. રાજકોટ મર્ચન્ટ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી માં ડીરેકટરનું પદ સંભાળે છે, દિકરાનું દ્યર ઢોલરા સંચાલીત વ્હાલુડીના વિવાહ જેમા ૨૨ દિકરીના ધૂમ-ધામથી લગ્નનું આયોજન કરેલ જેની ટીમમાં સ્થાન ધરાવે છે. (૯૯૦૯૫૧૮૧૪૩)

(1:57 pm IST)