Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

રાજકોટ જિલ્લા પ્રા.શિક્ષક સંઘના ઓડીટર કિરીટ મૈયડનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઇન્‍ટરનેશનલ ઓડીટર અને મીડીયા કન્‍વીનર કિરીટભાઇ ચંદુભાઇ મૈયડનો આજે જન્‍મ દિવસ છે. યશસ્‍વી આયુના ૪૫ માં વર્ષમાં પ્રવેશી રહેલ કિરીટભાઇ મૈયડ (મો.૮૮૬૬૦ ૪૭૪૮૮) પૂર્વ સી.આર.સી. લાખાપર અને હાલ માધાપર તાલુકા શાળામાં ફરજ બજાવી રહ્યા છે. ભારત વિકાસ પરિષદ, જનકલ્‍યાણ ટ્રસ્‍ટ, વિવેકાનંદ યુથ કલબ, આહીર બોર્ડીંગ, આહીર કન્‍યા છાત્રાલય, કેળવણી મંડળ, વીર સપુત દેવાયત બોદર સેવા સમિતિ સહીત અનેક સામાજીક સેવાકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે.

(11:24 am IST)