Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

લેખક જય વસાવડાનો જન્મદિન

પ્રભાસ પાટણ  તા.૬: ગુજરાતી અખબારો-મેગેઝીનોના ગુજ્જુ વાંચકરાજાઓ ઉપર વરસોથી રાજ કરતા સુપ્રસિદ્ધ કટાર લેખક અને આરંભથી અંત સુધી શ્રોતાઓને જકડી રાખતા એવા શ્રેષ્ઠ વકતા જય વસાવડા તેમની સફળત્તમ જીંદગીના ૪૫ વર્ષ પુર્ણ કરી આજે તા. ૬ ઓકટોબરે ૪૬માં વર્ષમાં પ્રવેશ્યા છે.

તા. ૬ ઓકટોબર ૧૯૭૩ના રોજ રાજકોટના ગોંડલ મુકામે જન્મેલ તેઓએ શાળામાં ગયા વિના જ ઘરે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માત્ર ૨૭ વર્ષની ઉંમરે મેનેજમેન્ટ કોલેજના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી છે. છેલ્લા ૨૩ વર્ષથી દૈનિક વર્તમાનપત્રની સાપ્તાહિકપૂર્તિમાં નિયમિત લેખો લખે છે. ૧૫ જેટલા પુસ્તકો તેમણે લખ્યાં છે. ૨૪ દેશોમાં ૨૫૦૦થી વધુ પ્રવચનો આપ્યાં છે.

રાજકોટની ભાલોડીયા કોલેજમાંબે વર્ષ લેકચરર અને ત્રણ વર્ષ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી છે. તેમના ઘરમાં અંદાજે ૧૨૦૦૦ જેટલા પુસ્તકો-મેગેઝીન્સો, ૭૦૦૦ જેટલી સીડી-ડીવીડીનો જબ્બર સંગ્રહ છે.

સ્પોટ્ર્સ, વિજ્ઞાન, ધર્મ, રાજકારણ, સાંપ્રત પ્રવાહો, વિજ્ઞાન કે ફિલ્મ કોઇપણ વિષય ઉપર ડંકેકી ધૂમ ઉપર એવા મજબુત આત્મવિશ્વાસથી વકતત્વ કે લેખ આપે કે શ્રોતાઓ કે વાંચકોને ગરમા ગરમ શીરાની માફક ગળે ઉતરી જાય.

તેમણે લખેલું '' જે એસ કેઃ જય શ્રી કૃષ્ણ'' પુસ્તક ગુજરાતી વાંચકોમાં બેહદ અપાર લોકચાહના પ્રાપ્ત કરી છે. જેમાં કૃષ્ણને સહારે આજનો માનવી કોઇપણ પરિસ્થિતી કે ઉંમરમાં પોતાની સમસ્યાઓને કેમ ઉકેલી શકે અને કૃષ્ણ પાસેથી પ્રેરણા લઇ પોતાનું વર્તમાન જીવન વધુ સારી રીતે બનાવી શકાય તેની સુંદર છણાવટ છે.

મોટાભાગની દરેક ફિલ્મો તુરત જ જુવે છે. અને પછી કાગળના કેનવાસ ઉપર એ ફિલ્મ વિષે તલસ્પર્શી અવલોકન હોય કે જુના મધુર ફિલ્મોના ગીતોનું વિવેચન અને વિતેલા ફિલ્મ યુગોનો દબદબો એવી રસપ્રદ રીતે રજુ કરે કે શ્રોતા-વાંચકોને અતીત સુધી ખેંચી તેની સમક્ષ તે યુગને જીવંત કરે છે.

તેમના જન્મદિને ઠેર-ઠેરથી (મો. ૯૮૨૫૪ ૩૭૩૭૩) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.(૧.૫)

(11:52 am IST)