Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અધિક કલેકટર વી.એન. શાહને જન્મદિન મુબારક

રાજકોટ : નગરપાલિકાઓના કમિશનરની પ્રાદેશિક કચેરી વડોદરા ખાતે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી વી.એન. શાહનો જન્મ તા. ૫ ઓકટોબર ૧૯૬૬ના દિવસે થયેલ આજે ૫૩માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ મૂળ સુરતના વતની છે. અગાઉ અંકલેશ્વરમાં પ્રાંત અધિકારી અમદાવાદ(નવસારી), અમરેલી અને તાપીમાં જિલ્લા પુરવઠા અધિકારી, ગાંધીનગરમાં નાગરિક પુરવઠા વિભાગમાં નાયબ નિયામક, નાગરિક સંરક્ષણ નિયામક ભાવનગર, અધિક નિયામક તાલીમ અને રોજગાર ગાંધીનગર વગેરે સ્થળો પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૪૨૬૬ ૯૮૫૫૦ વડોદરા.(૧.૧૧)

(11:57 am IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST

  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST