Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પ્રદેશ કોંગ્રેસ એસ.સી. વિભાગના રાજય કન્વીનર પ્રભુદાસ શ્રીમાળીનો જન્મદિન

રાજકોટ તા ૩ :  પડધરી તાલુકાના સરપદડ મુકામે જન્મેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસ.સી. વિભાગ રાજયના કન્વીનર ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ રાજયના પૂર્વ અધ્યક્ષ પ્રભુદાસ પી. શ્રીમાળીનો આજે જન્મદિવસ છે. તેઓને ૧૯૯૮ માં દિલ્હી ખાતે સમાજ સેવા બદલ ડો. આંબેડકર ફેેલોશીપ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ. ભારત સરકાર ના રેલ્વે  અને ટેલી કોમ એડવાઇઝરી કમીટી માં મેમ્બર્સ તરીકે સેવા આપી ચુકયા છે. સફળ જીવનના ૬૩ માં વર્ષમાં પ્રવેશી રહેલ પ્રભુદાસ શ્રીમાળી (મો.નં. ૯૮૨૫૩ ૫૧૬૭૧) ને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:19 pm IST)