Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

વોર્ડ નં. ૧૩ ના પૂર્વ કોર્પોરેટર નિતીન રામાણીનો જન્મદિન : શુભેચ્છાઓ વર્ષી

રાજકોટ તા. ૨૦ : વોર્ડ નં. ૧૩ ના પૂર્વ કોર્પોરેટર નિતીન રામાણીનો આજે જન્મ દિવસ છે. સંગઠન અને સત્તાને સેવાનું માધ્યમ બનાવી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા નિતીનભાઇ સર્વશકિત યુવા ગ્રુપના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ગણપતિ મંગલ મહોત્સવ તેમજ તેહવારોની ઉજવણી હંમેશા મોખરે રહે છે. સ્વામીનારાયણ ચોક વેપારી એસો. તેમજ ખોડીયાર ગરબી મંડળ સાથે પણ જોડાયેલા છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને મો.૯૮૭૯૦ ૭૭૦૬૨ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:43 pm IST)