Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જિલ્લા ગ્રામ-વિકાસ એજન્સીના એકાઉન્ટ ઓફિસર વિક્રમભાઈ આહીરનો જન્મદિન

ગારીયાધાર, તા. ૨૦ :. જિલ્લા ગ્રામ-વિકાસ એજન્સીમાં એકાઉન્ટ ઓફિસર (મોરબી) તરીકે ફરજ બજાવતા વિક્રમભાઈ સાદુરભાઈ ખૂંગલા (આહીર)નો આજે જન્મદિવસ છે. તે પોતાના જીવનના ૨૭ વર્ષ પુરા કરી ૨૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેઓ પૂર્વ ડે. નાયબ મામલતદાર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. આ ઉપરાંત ક્રિષ્ના ફાઉન્ડેશન જેવી અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાઈ સેવા આપી રહ્યા છે. તેના જન્મ દિને પિતા સાદુરભાઈ ખુંગલા, માતા પૂનમબેન ખુંગલા તેમજ સગાસ્નેહીઓ, જ્ઞાતિજનો અને મિત્રો તેમના મો. ૭૮૭૮૧ ૫૫૫૫૪માં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:38 am IST)