Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

દૂરદર્શન ન્યુઝ ચેનલના રિપોર્ટર ઋષી દવેનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૯: બાર વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં જોડાયેલા અને હાલમાં દુરદર્શન ન્યુઝ ચેનલમાં રિપોર્ટર સાથે અબતક ચેનલ હેડ તરીકે ફરજ બજાવતાં યુવા પત્રકાર ઋષી દવેનો આજે ૩૦મો જન્મ દિવસ છે. ઋષીએ ફરજકાળ દરમિયાન મુખ્યમંત્રી સહિત અને રાજકીય હસ્તીઓ, બોલીવૂડ  ટીવી પરદાના સ્ટાર્સના ઇન્ટરવ્યુ કર્યા છે. તેમજ અનેક ઘટનાઓમાં જોખમ ખેડીને ઘટનાઓનું કવરેજ લોકો સમક્ષ મુકયું છે. લોકડાઉનમાં ઉત્તમ કામગીરી બદલ ડીડી ન્યુઝ ચેનલ તરફથી ૩ એવોર્ડ સાથે રોકડ પુરષ્કારથી સન્માનીત કરવામાં આવેલ. બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં ઋષીને તમામ વિભાગના અધિકારીઓ, રાજકીય આગેવાનો, મિત્રો તરફથી (૯૦૩૩૦ ૦૦૦૮૮) પર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:37 am IST)