Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજકોટના યુવા એડવોકેટ એન્‍ડ નોટરી ભાવેશ હાપલીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૩ : રાજકોટના યુવા એડવોકેટ એન્‍ડ નોટરી ભાવેશ આર.હાપલીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ તેમના યશસ્‍વી જીવનના ૩૭ વર્ષ પુરા કરી આજે ૩૮ વર્ષમાં પ્રવેશ કરેલ છે.

જાણીતા યુવા એડવોકેટ ભાવેશભાઇ હાપલીયાએ એલ.એલ.બી.નો અભ્‍યાસ પુર્ણ કર્યા બાદ સને ર૦૦૭ થી રેવન્‍યુ તથા ફોજદારી પ્રેકટીસ સાથે સંકળાયેલા છે. તેમજ તેઓની વકીલાત ક્ષેત્રે ૧૩ વર્ષની ઝળહળતી કારકિર્દિ દરમ્‍યાન રેવન્‍યુ તેમજ ફોજદારી કેસોમાં જબરી લડત આપી બચાવ પક્ષની તરફેણમાં ન્‍યાય અપવામાં તેઓ  સફળ રહ્યા છે. તેમજ તાજેતરમાં ભારત સરકાર દ્વારા તેઓની નોટરી મેજીસ્‍ટ્રેટ તરીકે નીમણુંક થયેલ છે. સરળ અને શાંત સ્‍વભાવના તેમજ વકીલાત સાથે સંકળાયેલા યુવા એડવોકેટ અને નોટરીને તેમના મિત્રો, સ્‍નેહીઓ તથા સંબંધીઓ દ્વારા મો. નં. ૯૯૭૯૬ ૦પ૩પ૩, ૭૯૮૪૪ ર૮૬૦૮ પર શુભકામનાઓ પાઠવી રહ્યા છ.ે

(10:07 am IST)
  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST