Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

શબ્દોમાં સીમિત, અર્થમાં વિસ્તૃત નિલેશ ત્રિવેદી 'હેપ્પી બર્થ ડે'

સ્વયંની સિદ્ધિ, અન્યની પ્રસિદ્ધિ

રાજકોટ, તા. ૧૦ : નિલેશ ત્રિવેદી એટલે શબ્દોમાં સીમીત પણ અર્થમાં વિસ્તૃત વ્યકિતત્વ. આજના સુરજે તેમના માટે વિશેષ યાદગાર દિવસ ઉગાડ્યો છે. તેમનો જન્મ ૧૯૬૭ વર્ષની ૧૦ સપ્ટેમ્બરે થયેલ. આજે ગતિશિલ અને પ્રગતિશીલ જીવનના ૫૩માં વર્ષની ડોરબેલ વગાડી છે.

બ્રહ્મસમાજના અગ્રણી જગદીશભાઇ ત્રિવેદી (જે.પી.)ના પુત્રરત્ન અને પત્રકાર મનીષ ત્રિવેદીના બંધુ શ્રી નિલેશ ત્રિવેદીએ કારકિર્દીનો પ્રારંભ અખબારી ક્ષેત્રથી ૧૯૮૨થી કરેલ હતો. છેલ્લા ૨૫ વર્ષથી મનીષ એડસ નામે ન્યુઝ પેપર પબ્લીસીટીની સંસ્થા ચલાવે છે. ખંત, ખુમારી અને ખેલદીલથી તેમણે સફળતાના સોપાનો સર કર્યા છે. તેઓના જન્મદિને મિત્રો વર્તુળો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. (મો.૯૮૨૪૨ ૧૦૩૨૩)

(3:22 pm IST)