Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જૈન અગ્રણી - વૈયાવચ્ચ રત્ન

ચંદ્રકાંતભાઇ શેઠનો આવતીકાલે ૭૦મો જન્મદિવસ

રાજકોટઃ જૈન સમાજમાં સી.એમ.શેઠના હૂલામણા નામે ઓળખાતા શેઠ બિલ્ડર્સવાળા ચંદ્રકાંતભાઈ શેઠનો આવતીકાલે ૭૦ મો જન્મ દિવસ છે. શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘમાં ગત વર્ષે થયેલ એતિહાસિક ચાતુર્માસમાં શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે અથાગ મહેનત અને જહેમત ઉઠાવેલ. શ્રી ચંદ્રકાંતભાઈ વિશે એવું કહેવાય છે કે તેઓ દ્યરે તથા ઓફીસે બહ્ ઓછા જોવા મળે અને સેવાર્થે હોસ્પિટલમાં વધારે જોવા મળે છે તેનું કારણ એ છે કે મોટા ભાગનો સમય તેઓ જૈનોના ચારેય ફિરકાઓના ઉપકારી પૂ.સાધુ-સાધ્વીજીઓની સેવા - વૈયાવચ્ચ માટે ફાળવે છે. ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ સ્વ. પૂ.ગુરૂદેવ શ્રી ગિરીશચંદ્રજી મ.સાહેબે ચતુર્વિધ સંદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં ગાદીના ગામ ગોંડલ ખાતે ચંદ્રકાંતભાઈ શેઠને ''વૈયાવચ્ચ રત્ન''નું બિરૂદ આપી જાજરમાન અભિવાદન કરવામાં આવેલ.

 મુંબઈ ખાતે બે વર્ષ પહેલાસ્ત્ર્જ્ઞ્ અને સ્ત્ર્જ્ઞ્દ્દં ના પ્રેરક પૂ. નયનપદ્મ મ.સા.ની પ્રેરક ઉપસ્થિતિમાં ચંદ્રકાંતભાઈ શેઠનું દાનવીર ભામાશાનું બિરુદ આપી શાહી સન્માન કરવામાં આવેલ તેમજ ગત વર્ષે બ્રહ્મ સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ચંદ્રકાંતભાઈ શેઠને ''રાજકોટ ગૌરવ'' થી નવાજવામાં આવેલ છે.

 માત્ર જૈન સમાજમાં જ નહીં પરંતુ અઢારે આલમમાં ચંદ્રકાંતભાઈ શેઠનું અનેરૂ યોગદાન છે. જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ચેરમેન, સરગમ કલબ, વિશ્વ વણિક સંગઠન, મહાવીર સેવા ટ્રસ્ટ, જૈન ભવન, ગોંડલ સંપ્રદાય, રોયલ પાર્ક જૈન મોટા સંદ્ય, ભાગ્યવંતાજી ટ્રસ્ટ, પરમાત્માની પગદંડી મુખપત્ર સહિત અનેક ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. અબોલ જીવો માટે જીવદયાના કાર્યો હોય, ઉનાળામાં છાશ કેન્દ્ર ખોલવાના હોય કે માઈનોરીટી માર્ગદર્શન કેમ્પ હોય,  એતિહાસિક આગમ પ્રકાશન હોય કે તેજસ્વી તારલા સન્માનનો કાર્યક્રમ હોય, સંયમી આત્માઓનો સન્માન સમારોહ હોય કે સંયમ મહોત્સવ, સંઘ જમણ હોય કે સાધર્મિક સહાય વીતરણ દરેક સેવાકીય પ્રવૃતિઓમાં ચંદ્રકાંતભાઈ શેઠનું યોગદાન અચૂક હોય જ. વર્ષીતપ પારણા મહોત્સવ હોય, દીક્ષા મહોત્સવ હોય કે જૈન સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો ચંદ્રકાંતભાઈ શેઠ પોતાનો પાર્ટી પ્લોટ નિઃશુલ્ક ઉપયોગ કરવા માટે આપી સમાજપયોગના કાર્યમાં નિમિત બને છે.

સી.એમ.શેઠ પૌષધશાળા, શેઠ પોષધશાળા, શેઠ આરાધના ભવન તથા શેઠ ઉપાશ્રય જૈન સંઘ આવા શાતાકારી ધાર્મિક સંકુલોનાં નિર્માણમાં નિમિત બની શ્રેષ્ઠ શય્યાંતરનું અનુકરણીય અને અનુમોદનીય કાર્ય કર્યું છે. વૈયાવચ્ચ ક્ષેત્રે તેઓએ એક સમગ્ર ભારતભરમાં એક આગવી અને અનોખી ઓળખ ઉભી કરી છે. ચારેય ફિરકાઓના પૂ.સાધુ-સંતો સાથે તેઓને આત્મીય નાતો છે.

ચંદ્રકાંતભાઈ શેઠના જન્મ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના ગર્વનરશ્રી વજુભાઈ વાળા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી વલ્લભભાઈ કથીરીયા, જૈન અગ્રણીઓ પ્રવિણભાઈ કોઠારી, ડોલરભાઈ કોઠારી, એડવોકેટ કમલેશભાઈ શાહ, સતીષભાઈ મહેતા, સીપી. દલાલ, જીતુભાઈ બેનાણી, સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, વીણાબેન શેઠ, મનોજભાઈ ડેલીવાળા સહિત અનેક અગ્રણીઓએ તેમજ રાજકોટના તમામ સંઘોશ્રીઓ દ્વારા અગાઉથી જ ચંદ્રકાંતભાઈ શેઠ (મો. ૯૮૨૪૦  ૪૩૭૬૯) ઉપર શુભેચ્છા તથા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(3:29 pm IST)
  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • સાવરકુંડલાના ખડસલીમાં ધોધમાર વરસાદ.:ખડસલીની જામવાળી નદીમાં આવ્યું પુર.:નદીમાં પુર આવતા લોકો પુર જોવા ઉમટ્યા. access_time 11:18 pm IST