Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કાલે ગાંધીનગરના કલેકટર એસ.કે. લાંગાનો જન્મદિન

રાજકોટઃ ગાંધીનગરના કાર્યદક્ષ જિલ્લા કલેકટર શ્રી શંકરદાન કે. લાંગા આવતીકાલે રવિવારે વાઈબ્રન્ટ જીવનના ૬૧માં વર્ષની કેડીએ કદમ માંડશે તે નિમિતે આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઈ ચૂકી છે. (જન્મ તા. ૮ સપ્ટેમ્બર ૧૯૫૯).

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના વતની શ્રી એસ.કે. લાંગા ૨૦૦૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં પુરૂ કર્યા બાદ માધ્યમિક શિક્ષણ જૂનાગઢ ગુરૂકુળ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સ્વામી વી.પી. મંદિર જૂનાગઢમાં લીધેલ. એક સમયે તેઓ રાજકોટની કોટક ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી ગુજરાત સરકારના અધિકારી બન્યા બાદ મહેસાણા, જૂનાગઢ અને પાટણમાં નિવાસી નાયબ કલેકટર, સરદાર પટેલ વહીવટી સેવા સંસ્થાના (સ્પીપા) અમદાવાદમાં સંયુકત નિયામક, અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ખેડામાં નિવાસી અધિક કલેકટર, મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલમાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર યશસ્વી કામગીરી કરી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૯૦૩૦, મો. ૯૯૭૮૪ ૦૬૨૦૯ - ગાંધીનગર

(11:39 am IST)