Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઓખા રઘુવંશી જલારામ સેવા સમીતીના પ્રણેતા રમેશભાઇનો જન્મ દિવસ

ઓખા તા ૬  :  રઘુવંશી જલારામ સેવા સમીતીના પ્રણેતા અને છેલ્લા ૨૧ વર્ષથી જલારામ જયંતીની ઉજવણી કરતા લોહાણા સમાજના અગ્રણી તથા નગરપાલીકામાં છેલ્લા ૪૦ વર્ષથી સીનીયર કલાર્કની ફરજ બજાવતા રમેશભાઇ મંગલદાસ સામાણી આજે જીવનયાત્રાના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

લોહાણા મહાજન વાડી સંકુલ-ર ના મુખ્ય પ્રણેતા અને રઘુવંશી યુવા ઉત્સવ સમીતીના રાષ્ટ્રીય અને સનિષ્ઠ કાર્યકર ઓખા જલારામ સેવા સમીતીના સહયોગથી સમર્પીત કરવા સામાજીક, ધાર્મીક તથા રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, તેમજ તેમના વિશાળ મિત્ર વર્તુળ તથા ઓખા મંડળ રઘુવંશી સમાજમાં આદરપાત્ર સ્થાન ધરાવે છે. જીવનના આગામી વર્ષમાં તેઓની સુઝ, કલા, આવડતનો જનતા તથા સમાજને વધુ ને વધુલાભ મળે તેવી ઓખા રઘુવંશી પરિવારની જન્મદીન શુભેચ્છા પાઠવે છે.

(11:41 am IST)