Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

લોકસેવાનો અવિરત ક્રમ, સરસાઈએ સર્જયો વિક્રમ

નીચી માંડલના 'ઉંચા' માનવી સાંસદ મોહનભાઈ કુંડારિયાનો જન્મદિન

રાજકોટઃ મૂળ મોરબી પંથકના નીચી માંડલ ગામના વતની સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયાનો જન્મ તા. ૬ સપ્ટેમ્બર ૧૯૫૧ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ, પડધરી-ટંકારાના ધારાસભ્ય, રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી, કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. પ્રગતિશીલ ખેડૂત છે. રાજકોટના સાંસદ તરીકે બીજી વખત સાડા ત્રણ લાખ મતની તોતીંગ બહુમતીથી ચૂંટાઈને તેમણે પોતાની લોકપ્રિયતા સિદ્ધ કરી છે. આજે સંગઠન અને પ્રજાલક્ષી વધુ કામ કરીને તેઓ જન્મદિન ઉજવી રહ્યા છે.

મો. ૯૮૨૫૦ ૦૫૩૮૬ - રાજકોટ

(10:16 am IST)
  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST