Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સાવરકુંડલાના વંડાના લેખક સુધીરભાઇ મહેતાનો આજે જન્મદિન

સાવરકુંડલા તા.પ : વંડા ગામના લેખક અને કેળવણીકાર સુધીરભાઇ મહેતા રાજ્ય અને રાષ્ટ્રિય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પારિતોષિક વિભૂષિત છે. તેમનો જન્મ તા.પ/૯/૧૯૬૦માં વંડા ગામે થયો છે.  આજે શિક્ષક દિને તેમની વર્ષગાઠ છે. આજીવન શિક્ષક એવા શ્રી મહેતા સાઇઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

પ્રાથમિક શિક્ષક તરીકે છત્રીસ વર્ષ સુધી ઉજ્ળી શૈક્ષણિક યાત્રા કરીને તેઓ વયનિવૃત થયા છે. છતા ભૂલકાઓને હૃદયમાં રાખીને દરવર્ષે શાળા પ્રવેશ ઉત્સવ વેળા દાતાશ્રીઓ પાસેથી દાન લઇ સાવરકુંડલા તાલુકાની પ્રાથમીક શાળાના ધોરણ પહેલાના ભૂલકાઓને દફતરકીટ વિતરણ કરેછે.તેઓ કહે છે હું ભલે સેવા નિવૃત થયો પણ 'નાના ભોળુડા બાળકોને હું રાજી કરીશ.'

લેખક સુધીરભાઇ મહેતાની કલમે બાવીશ જેટલા પુસ્તકો સમાજના ખોળે અર્પણ થયેલા છે. આપ સાદગી ભર્યું જીવન જીવતા લેખકને રાજ્ય-તાલુકા-જીલ્લા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા અન્ય દસ જેટલા એવોર્ડ એકસો પચાસ જેટલા સન્માનો મળેલા છે.

આકાશવાણી-દુરદર્શન કેન્દ્રોમાં તેમની કલમ અને મુલાકાતોના કાર્યક્રમો પ્રસારણ થયેલા છે. તેમનો જીવન મંત્ર, જીવન અંજલી થાજો મારૃં છે. બાળકો ઉપર અપાર પ્રેમ વરસાવતા શિક્ષકની વર્ષગાંઠ પ્રસંગે તેઓ 'ભૂલકાઓને વહાલ'નો સંદેશ આપે છે. 'નિવૃતિમાં વડીલ વંદના' કરવાનું અને નારીરત્નોના જીવન કવનના પુસ્તક કરવાનું સેવા કાર્ય તેઓ કરે છે. મોબાઇલ નં. ૯૪ર૮૬ ર૦પ૬ર ઉપર જન્મદિનની મિત્રો શુભેચ્કો દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(11:22 am IST)