Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વડોદરાના કાર્યદક્ષ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો આજે જન્મદિવસ

રાજકોટ : આજે વડોદરા શહેરના પોલીસ કમિશ્નર અને આઇજીપી કક્ષાના ૧૯૯૭ બેચના બી.ઇ. અને એમ.ટેક. જેવી ઉચ્ચ ટેકનીકલી ડીગ્રી ધરાવતા અત્યંત સરળ પ્રકૃતિ અને ધાર્મિક વૃત્તિવાળા પરંતુ લુખ્ખા તત્વોના દુશ્મન અને પ્રજામિત્ર બની દૂધમાં સાકરની માફક ભળીગયેલા અનુપમસિંહ ગેહલોત આજે યશસ્વી જીવનના ૪૬ વર્ષ પૂર્ણ ૪૭માં વર્ષમાં પ્રવેશ કરતા તેમના પર વિશાળ શુભેચ્છકો દ્વારા ભાદરવા માસે પણ અભિનંદનની અનરાધાર વર્ષ થઇ રહીછે. (મો.નં. ૯૯૭૮૪ ૦પર૯૯).

આણંદ શહેરમાં પોતાની કારકિર્દીનો પ્રારંભ હાલના એડીશ્નલ ડીજીપી કક્ષાના દિલ્હીમાં ડેપ્યુટેશન પર સેન્ટ્રલ વિજીલન્સ કમિશનમાં ગૌરવવંતા સ્થાને ફરજ બજાવતા પ્રવિણ સિન્હા પાસે પ્રાથમિક તાલીમ મેળવવા ભાગ્યશાળી બન્યા હતા. તેઓએ વિવિધ  શહેરો,રેલ્વે એસ.પી., ગવર્નરના એડીસી તથા ભ ાવનરના લોકોની માંગ ધ્યાને બબ્બે વખત તેઓએ એસ.પી. તરીકે પ્રસંશનીય ફરજ બજાવી છે. આજ રીતે વડોદરા રેન્જ વડા તરીકે પણ સમગ્ર રેન્જમાં તેઓએ લોકોનો પ્રેમ મેળવ્યો હતો.

ટેકનીકલ અને પોલીસ(આઇપીએસ) ડીગ્રી ધરાવતા અધિકારીને  સામાન્યરીતે સંગીતમાં રૂચી ઓછી હોય છે પણ 'તારોમે સજકે, આપને સુરજ કો દેખો ધરતી મીલને ચલી..' જેવા ગીતો ફુરસદની પળોમાં સાંભળવાનું પસંદ કરતા હોય છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીના સિદ્ધાંતો મુજબ બહેનોની પ્રવૃતિઓને વેગ આપી તેઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સુરક્ષા સેતુના માધ્યમથી હરહંમેશ સહકાર આપવા સાથે આ કાર્યમાં તેમના ધર્મપત્ની સંધ્યાબેન તથા પુત્રો હર્ષવર્ધનસિંહ અને રાજવર્ધનસિંહ પણ આ કાર્યમાં હોંશે હોંશે લોકોની માગથી સહકાર આપી રહ્યા છે.

રાજકોટમાં કાર્યકાળ દરમિયાન જાહેરમાંબખેડા કરતા તત્વોને પોલીસ કમિશ્નર ઓફીસના પ્રસિદ્ધ લીમડાના આલીંગન સાથે વિશિષ્ઠ દર્શન કરવા તથા જાહેરમાં કાયદો વ્યવસ્થા હાથમાં લઇ દાદાગીરી કરતા તત્વોને જે તે વિસ્તારમાં લઇ જઇ તે જ સ્થળે તેનું મોરલ તોડી લોકો પાસે માફી મગાવતા શ્રી ગેહલોતના કાર્ય પર વીરપૂજક પ્રજા આફરીન છે.

વડોદરામાંવ્યાજખોરો સામે ઝુંબેશ, બીછુ ગેંગના અસલમબોડીયાને બીજા રાજયમાંથી પકડાવી લાવી તેને કાયદાનું ભાન કરાવવા સહિતની પ્રસંશનીય કામગીરી કરી છે. અસલમે પોલીસ મથકમાં જ પોતે વડોદરા છોડી ભાગી જશે તેવા સોગંધ ખાધા હતાં.

(11:21 am IST)
  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • સાવરકુંડલાના ખડસલીમાં ધોધમાર વરસાદ.:ખડસલીની જામવાળી નદીમાં આવ્યું પુર.:નદીમાં પુર આવતા લોકો પુર જોવા ઉમટ્યા. access_time 11:18 pm IST