Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ વજુભાઇ લુણસિયાનો આજે જન્મદિવસ

રાજકોટ તા ૩ : ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ અને રાજકોટ શહેર ભાજપના કારોબારી સભ્ય વજુભાઇ લુણસિયાનો આજે તા.૦૩ સપ્ટેમ્બરના રોજ ૪૩મો જન્મદિવસ છે. યુવાવયથી જ ભાજપના કેશરિયા રંગે રંગાયેલા વજુભાઇએ પાયાના કાર્યકરથી કારકિર્દી શરૂ કરી અને આજે શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ પદ સુધી પહોંચ્યા છે. બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા વજુભાઇ ખુબ જ બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. હાલમાં તેઓ વોર્ડ નં.૧૩માં સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે કાર્યરત છે. આજે  તેમના જન્મદિવસે મો. ૯૮૨૫૩ ૮૬૮૭૯ પર શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.

(3:29 pm IST)
  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST