Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રાજકોટ જિલ્લા બેંકના ડીરેકટરનો જન્મદિન

'તાળા' પાસે સુખની 'ચાવી': આજે અરવિંદભાઈનો વન પ્રવેશ

રાજકોટઃ સહકારી ક્ષેત્રે સૌમાં સવાયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડીરેકટર શ્રી અરવિંદ તાળા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૬૯ના વર્ષની તા. ૩ સપ્ટેમ્બરે થયેલ. આજે ચમકતા-દમકતા જીવનના એકાવનમાં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે.

મૂળ જામકંડોરણા તાલુકાના રાજપરા ગામના વતની શ્રી અરવિંદ તાળા અવધ કન્સ્ટ્રકશન એન્ડ ડેવલોપર્સના સફળ સંચાલક છે. અગાઉ રાજકોટ માર્કેટયાર્ડના ડીરેકટર તરીકે રહી ચૂકયા છે. સ્નેહ, સમજણ અને સેવા ભાવથી તેમણે આગવી ઓળખ ઉભી કરી છે. સાર્વજનિક ક્ષેત્રની સંસ્થાઓમાં વિવાદ ટાળવા સફળ મધ્યસ્થી બન્યાના ઉદાહરણો તેમની યશકલગીમાં છે. ('તાળા'ની ભૂમિકા 'ચાવી'રૂપ). આજે તેમના પર જન્મદિનની શુભેચ્છાના વાદળો વરસી રહ્યા છે.

મો. ૯૮૨૪૦ ૫૮૫૫૪ - રાજકોટ

(11:40 am IST)
  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST