Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

લાઈબ્રેરીયન ડો.તેજસ શાહનો જન્મદિવસ

રાજકોટઃ ગુજરાતની ખ્યાતનામ વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજમાં ૧૯ વર્ષથી ફરજ બજાતવા હાલ લાઈબ્રેરીયન તરીકે બી.એસ.સી., ડી.સી.એસ., એમ.લીબ. (ગુજરાત પ્રથમ), પી.એચ.ડી.લાઈબ્રેરી સાયન્સ સુધીની પદવી ધરાવતા જાણીતા જૈન અગ્રણી ડો.તેજસ શાહનો પર્વાધિરાજ પર્યુષણના મંગલમય એવા સંવત્સરીના દિવસે બીજી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. તેઓ વિવિધ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં એડીટોરીયલ બોર્ડ મેમ્બર, રીવ્યુઅર તરીકે સેવાઓ આપી રહ્યા છે. વીસથી વધુ ઈન્ટરનેશનલ- નેશનલ સંશોધનપત્રો પ્રસિધ્ધ કરેલા છે, એડીનેટ- અમદાવાદના એમ્બેસેડર છે. ઉપરાંત સાહિત્ય પ્રેમી, શીધ્ર કવિ, પોતાની સ્વરચિત કવિતાઓ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે પણ આપી ચૂકયા છે. જૈન વિઝન સંસ્થામાં તેઓ કમિટી મેમ્બર તેમજ વાંકાનેર ખાતેની  દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં તેઓ સંયોજક તરીકે માનદ સેવાઓ આપી રહ્યા છે. જૈન બીઝનેશ ઓર્ગેનાઈઝેશન ગ્રુપનાં તથાા ફેમીલી પ્લાનીંગ એસોસીએશનનાં સક્રીયમ મેમ્બર્સ તરીકે કાર્યરત છે. (મો.૭૫૬૭૦ ૪૯૩૦૧)

(3:54 pm IST)