Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

શહેર કોંગ્રેસ મંત્રી પરેશ વોરાનો જન્મદિન

રાજકોટ : શહેર કોંગ્રેસના મંત્રી તેમજ વોર્ડ નં.૧૪ના પ્રભારી પરેશ વોરાનો આજરોજ જન્મદિન છે. યંગ સ્ટાર કલબ ઓફ રાજકોટ, યંગ સ્ટાર સાર્વજનિક મેડીકલ સાધન સહાય કેન્દ્ર, દિકરાનું ઘર, વૃદ્ધાશ્રમ ઢોલરા, વિવેકાનંદ યુથ કલબ, થેલેસેમીયા જનજાગૃતિ પ્રચાર પ્રસાર સમિતિ, જય મહાદેવ જીવદયા સેવા સંસ્થાન, સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, મહાદેવ મિત્ર મંડળ, જય ભવાની ગરબી મંડળ, નવદુર્ગા ગરબી મંડળમાં સંકળાયેલા છે. ૪૫૦થી વધુ રકતદાન શિબિરોનું આયોજન કરી ચૂકયા છે. ગાયત્રી માતાના તેઓ પરમ ઉપાસક છે. છેલ્લા ૨૨ વર્ષથી તેઓ દર રવિવારે મૌન વ્રત રાખે છે. ૨૦૦૪ થી ૨૦૦૮ સુધી રાજકોટ જીલ્લા યુવક કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે ત્યારબાદ રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં કારોબારી સદસ્ય તથા રાજકોટ વિધાનસભા ૭૦ના ઉપપ્રમુખ તરીકે તેઓ કામ કરી ચૂકેલ છે.(મો.૯૯૦૯૯ ૭૬૦૬૨)

(3:35 pm IST)