Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

યુવા એડવોકેટ કરણ કારીયાનો જન્મ દિવસઃ ર૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : રાજકોટમાં યુવા વકીલ જયેન્દ્ર એચ.ગોંડલીયા સાથે ક્રિમીનલ, સીવીલ, ફેમેલી, અને કલેઇમમાં છેલ્લા પાંચ વર્ષથી વકિલાત કરતા યુવા એડવોકેટ કરણ ડી. કારીયા(ગઢવી) નો આજરોજ ર૭ વર્ષ પુરા કરીને ર૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા જન્મ દિવસ ઉપર અભિનંદનનો વરસાદ.

નાનપણથી જ વકિલાત કરવાનું સપનું સેવી હાયર સેકેન્ડરીનો અભ્યાસ એ.એસ.ચૌધરી હાઇસ્કુલમાં કરી ત્યારબાદ પી.ડી.માલવીયા કોલેજ ખાતે બી.કોમ.નો અભ્યાસ કરીને પોતાનું સપનું પુરૂ કરવા રાજકોટની કે.એ.પાંધી લો કોલેજમાં વકિલાતનો અભ્યાસ કરનાર આશરે છેલ્લા પ વર્ષથી ક્રિમીનલ, સીવીલ, ફેમેલી, અને કલેઇમમાં પ્રેકટીશ કરે છે. હાલમાં જ લોક ડાઉનમાંં જાહેરનામાં ભંગના વધતા જતા ગુન્હાને અટકાવા તેમજ પોલીસ મીત્રોની પણ સરળતા માટે સરકારના પ્રતિનીધી દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાં ને ઓનલાઇન મોબાઇલ એપ્લીકેશન બનાવી અને તેમની મારફત પ્રસિધ્ધ કરવા માટેની ઝુંબેશ ઉપાડેલ અને વકિલાતની સાથો સાથ લેખનનો શોખ પણ ધરાવે છે હાલમાં જ લાંબા સમય બાદ કોર્ટો ખુલતા 'કોર્ટ ખુલ્લે છે ભાઇ' કવિતા લખીને સીનીયર તેમજ જુનિયર વકિલોનો ઉત્સાહ વધારેલ હતો 'કવિરાજ' તરીકે પોતાની અવલ ઓળખ ધરાવતા અને મળતાવડા સ્વભાવના કારણે જામ-ખંભાળીયા, જામનગર અને રાજકોટમાં બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે. યુવા એડવોકેટ કરણ ડી.કારીયા(ગઢવી) ને આજરોજ તેમના જન્મ દિવસ નીમીતે જેના અંગ મિત્ર વર્તુળ તથા ગોંડલીયા એસોસીયેટસ ઓફીસ સ્ટાફ, સગા-સંબંધી, તથા જ્ઞાતિબંધુ તથા પરીવારજનોના સભ્યો દ્વારા તેમના મો. ૯૯૭૯૬ ૧૮૭૭૦ ઉપર જન્મદિનની શુભેચ્છાઓનો વરસાદ કરવામાં આવેલ છે.

(3:23 pm IST)