Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

યુવા એડવોકેટ ભાર્ગવભાઇ પંડ્યાનો આજે જન્મદિવસ

રાજકોટ,તા. ૨ : એડવોકેટ ભાર્ગવભાઇ જે. પંડ્યાનો આજરોજ તા. ૨/૮/૨૦૨૧ના રોજ જન્મદિવસ છે.

એડવોકેટ ભાર્ગવભાઇ જે. પંડ્યા રાજકોટના વતની છે અને સને ૨૦૦૮થી રાજકોટને પોતાની કર્મભૂમી બનાવીને, રાજકોટમાં ફોજદારી, દીવાની, રેવન્યુ તેમજ ફેમીલી અદાલતમાં વકીલાત કરી રહ્યા છે. અને સને ૨૦૦૮થી સખ્ત પરિશ્રમ કરીને, રાજકોટ બારમાં પોતાની અલગ પ્રતિભાને ઉભી કરેલ છે. અને રાજકોટ નાગરીક સહકારી બેંક લી. તથા રાજકોટ ર્ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક તથા રાજકોટ તાલુકા લીગલ સેવા સમિતિમા તથા વિવિધ સહકારી મંડળીઓના લીગલ એડવોકેટ તરીકે કામગીરી કરી રહ્યા છે. તેઓ રાજકોટ મુકામે વકીલાત કરતા સીનીયર અલ્પેશ વી.પોકીયાની પી.એન્ડ આર. લો ચેમ્બર્સની ઓફીસ સાથે સંકળાયેલા છે અને તેમના માતા-પિતા, પત્ની, બાળકો તથા પંડ્યા પરીવાર તથા મિત્ર વર્તુળ તથા રાજકોટ તેમજ બહારગામના સૌ વકીલ મિત્રોએ તેમને તેમના જન્મદિવસ ઉપર (મો. ૯૪૨૭૫ ૬૨૭૬૯) શુભેચ્છા પાઠવેલ છે.

(4:03 pm IST)