Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સ્વર્ણિંમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટીના કુલપતિ અને ફીટ ઇન્ડીયા મુવમેન્ટના નોડેલ ઓફીસર ડો.અર્જુનસિંહ રાણાનો આજે જન્મદિવસ

રાજકોટ : સ્પોર્ટસ ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબજ લાંબો અનુભવ અને કુશળતાને ધ્યાનમાં રાખીને ડો. અર્જુનસિંહ રાણાની સ્વર્ણિંમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટીના કુલપતિ તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી છે. આજે તેમનો જન્મદિવસ છે.

ડૉ.અર્જુનસિંહ રાણા ડૉકટરેટ ઇન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસ તથા ડૉકટરેટ ઇન સ્પોર્ટસ મેનેજમેન્ટ એમ ડબલ ડોકટરેટ ડીગ્રી ધરાવે છે. ડૉ.અર્જુનસિંહ રાણાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ ખેલાડીઓ તૈયાર કર્યા છે. નેશનલ સ્પોર્ટસ ડે ૨૦૧૯ ઉપક્રમે  પ્રધાનમંત્રીજી દ્વારા "FIT INDIA MOMENT" ભારત વર્ષના નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા ડૉ.અર્જુનસિંહ રાણાને ગુજરાત રાજ્યમા ફીટ ઇન્ડીયા મુવમેન્ટના નોડલ ઓફિસર/બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જવાબદારી સોંપી છે હાલમાં "FIT INDIA MOMENT" પ્રચાર અને પ્રસાર ગુજરાતના ૬.૫૦ કરોડ જનતા વચ્ચે કરી રહ્યા છે. TV કાર્યક્રમ અને સોશિયલ મીડિયાના માધ્યથી બાળકો ને સ્કુલમા પાયાથી સ્પોર્ટસમાં જોડાય તેવી પ્રેરણા પુરી પાડે છે.

ડૉ. અર્જુનસિંહ રાણા ૨૬ વર્ષથી વધુ સમયથી સૌરાષ્ટ્ર ક્રિકેટ રણજી ટ્રોફી ક્રિકેટ ટીમ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશન તથા BCCI સાથે સંકળાયેલા છે અને ભારતની સ્પોર્ટસ ટીમોની સાથે દેશ વિદેશની ટુર કરેલી છે. અર્જુન રાણા સ્પોર્ટસ ફાઉન્ડેશન વર્ક દ્વારા પેરા ઓલિમ્પિક ખેલાડીઓ ને દતક લેવામાં આવે છે. હાલ ૬ ખેલાડીઓ આ ફાઉન્ડેશન દ્વારા દતક લેવામાં આવેલ છે. રાજકોટમાં ૯ હજારથી વધું ગર્લ્સ સ્ટુડન્ટ ધરાવતી કોલેજ, કન્યા કેળવણી મંડળને આ શિખર સુધી પહોંચાડવામાં ડૉ.અર્જુનસિંહ રાણાની દૂરંદેશી અને કુશળ સંચાલન મહત્વનો ભાગ ભજવે છે.કોવીડ-૧૯ પેરામીક લોકડાઉન ના સમયગાળામાં પણ થેલેસેમિયા દર્દીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે ૧૪૦૦૦ કરતાં વઘારે બ્લડ બોટલ્સ એકત્રીત કરેલ. સરળ અને પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતાં અર્જુનસિંહ રાણા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ્,ભારત માતા કી જય તેમજ વૈદિક મંત્રોથી જ કરવામાં આવેછે. ગૌ પ્રત્યે અતુટ લાગણી ધરાવે છે. તાજેતરમાં જુનાગઢ જીલ્લાના માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશનના વિશ્વ ચકલી દિવસ ઉજવણી કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી તેમનાં વરદ હસ્તે ૧૧૧ ગૌ રક્ષકો તેમજ પર્યાવરણ પ્રેમીઓનું સન્માન કરવામાં આવેલ. સંજીવની નેચર ફાઉન્ડેશન (ગુજરાત પ્રદેશ) દ્વારા અર્જુન સિંહ રાણાના જન્મ દિવસ ખુશી નિમીતે ચકલીના માળા વિતરણ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ગુજરાત તેમજ રાષ્ટ્રની પ્રગતિ માટે ખુબ આગળ વધો તેવી શુભકામનાઓ સાથે જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

(2:49 pm IST)