Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોરબી લોહાણા મિત્ર મંડળના પ્રમુખ મહેશભાઇ રાજાનો જન્મદિન

મોરબી તા. ૧૧ :.. લોહાણા મીત્ર મંડળના પ્રેસીડેન્ટ, લોહાણા મહાજનના કારોબારી મેમ્બર તથા રઘુવંશી યુવક - યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ સહિત અનેક સેવા પ્રવૃતિ સાથે જોડાયેલા મહેશભાઇ રાજાનો આજે જન્મ દિવસ છે. તેઓ ૬૦ વર્ષ પૂર્ણ કરીને ૬૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ પ્લાસ્ટિક  એસોસીએશનના પ્રમુખ તેમજ ક્રિષ્ના વેવિશાળ માહિતી કેન્દ્રના કન્વીનર અને જળમાયુ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે સેવા આપે છે મિત્રો શુભેચ્છકો જન્મ દિવસની શુભેચ્છા તેમને મો. નં. ૯૮૭૯પ પ૩૦૦૦ ઉપર આવી રહ્ય છે.

(3:25 pm IST)