Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ટેમ્પલ અધિકારી સુરૂભા જાડેજાનો જન્મદિન

પ્રભાસ-પાટણ, તા. ૧ર : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કાર્યદક્ષ ટેમ્પલ અધિકારી સુરૂભા જાડેજાનો આજ તારીખ ૧ર જુલાઇએ જન્મદિવસ છે.

ધોરાજી પાસે આવેલ નાની મારડ ગામમાં તા. ૧ ર-૭-૧૯૬૩ના રોજ જન્મેલા તેઓ સોમનાથ મંદિરમાં ૧૯ જાન્યુઆરી ૧૯૮૦થી સેવા બજાવી રહ્યા છે.

સ્થાનિક ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ ટ્રસ્ટી-સચિવ એવા તેઓની સોમનાથ ખાતેની સર્વશ્રેષ્ઠ કામગીરી અનુલક્ષી તેઓને ભારતના રાષ્ટ્રપતિએ દેશના પ૦ અને રાજયના છમાંથી તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા છે.

સોમનાથ ખાતે યોજાયેલ દેશના બાર જયોર્તિલિંગ સમારોહ પ્રસંગે તેઓની કામગીરીની અને તેમને મળેલા રાષ્ટ્રીય રાષ્ટ્રપતિ એવોર્ડ અનુસંધાને બારે-બાર જયોર્તિલિંગના પૂજારીઓએ આશિર્વાદ આપ્યા અને ટ્રસ્ટીઓએ શુભેચ્છા પાઠવી હતી અને જયોતિલિંગ મહોત્સવમાં રાજયને ખૂણે-ખૂણે દોડી મંદિરની દિવ્યતા અને ભવ્યાતને અનુરૂપ સમારોહ બને તે માટે સોમનાથ ટ્રસ્ટ-અધ્યક્ષ કેસુભાઇ પટેલ અને ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન-અનુભવના આધારે સુંદર કામગીરી બીરદાવાઇ હતી.

દરિયામાં ડૂબવા કિસ્સા વાલીઓને ઉપયોગી થવું, વાવાઝોડા સહિતની તેમની નોંધપાત્ર કામગીરી બદલ મુખ્યમંત્રી એવોર્ડ પણ મળેલા છે. અમુક વ્યકિતની પ્રતિભા ઇશ્વરની દેન હોય છે કે જેઓ જે કંઇ કાર્યમાં જોડાય ત્યાં પોતાની જાતને સમર્પિત કરી દેવાની તાકાત પણ આવી વ્યકિતમાં હોય છે. સોમનાથના આ બાપુને ન ઓળખતું હોય તેવું ભાગ્યે જ બની શક તેવો મળતાવડો-વિવેકી-કામગીરીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફરજ પરસ્ત અધિકારી છે. ઓળખ્યા પછી તમે તેને ભૂલી જ નહીં શકો.  ઠેર ઠેરથી અભિનંદન વરસાદ. સંપર્ક ૯૪ર૮ર ૧૪૯૧૧

(11:35 am IST)