Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જીવન પર્યન્ત જનસેવાના ધ્યેય ધારણકર્તા જે. કે. જાડેજાનો આજે જન્મ દિવસ

 

રાજકોટ તા. ૧૧: સેવાના ભેખધારી એવા મોરબી તાલુકાના ખાનપર ગામે ૧૧મી જુલાઇ ૧૯૬૧ ના જન્મેલા જીતેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા (જે.કે.) આજે આયુષ્યની પ૮ વર્ષની મંજીલ તય કરી પ૯ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ન્યુ રાજકોટમાં જે.કે.ના ટૂંકા નામથી પ્રચલિત જે. કે. જાડેજા એ રાજકીય કારકીર્દી ૧૯૭૭ થી શરૂ કરી વફાદાર સૈનિક તરીકેની છાપ ઉભી કરી છે. ગરીબ બાળકોને ભણાવવાનો શોખ તેમનો અનેરો છે અને દર વર્ષે અનેક બાળકોને આર્થિક સહાય કરવાનો તેમનો અભિગમ છે. શીવશકિત કોલોનીના છેલ્લા ર૯ વર્ષથી પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઇ આવતા જે. કે. પોલીસ પરીવારમાંથી આવતા હોવા છતાં તેઓએ પોતાનો અલગ જ ચોકો જમાવ્યો છે. પ્રજાલક્ષી કાર્યો અને સેવાકીય પ્રવૃતિમાં હંમેશા જે. કે. જાડેજા મોખરે રહ્યા છે. છેલ્લા ૮ વર્ષથી યુનિવર્સિટી રોડ પર ગણેશ ઉત્સવ સમયે પંડાલમાં જીવતા ઉંદરો ગણપતિની મૂર્તિની આજુબાજુ ફરતા હોય તેવું પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં શિવશકિત કોલોની આકર્ષણનું કેન્દ્ર બની હતી જે ગણપતિ ઉત્સવનું સફળ આયોજનમાં જે. કે.નું યોગદાન મોખરે છે. જે.કે. જાડેજા જીવન કોમ. કો-ઓપ. બેંકમાં છેલ્લા ૩૯ વર્ષથી ફરજ બજાવે છે. અને કર્મચારી યુનિયનના પ્રતિનિધિ છે. તેમજ કર્મચારીગણમાં સારી લોકચાહના ધરાવે છે. પોતાની કામગીરી કરવાની આગવી સુઝના કારણે લોકો દ્વારા આલાપ એવન્યુ પાસે આવેલ ચોકને જે. કે. ચોક નામ આપવામાં આવેલ છે. તેમના મોબાઇલ નં. ૯૭ર૪પ ૦૦૯૦૯ ઉપર આજે મિત્રો, શુભેચ્છકો, સગા-સંબંધીઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ઉગતા હુઆ સુરજ દુઆ દે આપકો, ખીલતા હુઆ ફુલ ખુશ્બુ દે આપકો

હમ તો કુછ દેને કે કાબિલ નહિ હૈ, દેનેવાલા હજાર ખુશીયા દે આપકો

(11:37 am IST)
  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST

  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST