Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

બાર બાર દિન યે આયે...

બાહોશ એડવોકેટ રાજેષભાઈ કેશવલાલ દલનો આજે જન્મદિવસ

રાજકોટ :. અત્રેની દિવાની અને ફોજદારી કોર્ટના હોનહાર અને બાહોશ એડવોકેટ રાજેષ દલનો આજે જન્મ દિવસ છે. આજે તેઓ પોતાના જીવનના ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના ઉપર સાથી મિત્રો, સંબંધીઓ, સગાઓ અને શુભેચ્છકો દ્વારા હાર્દિક અભિનંદનની વર્ષા થઈ રહી છે. ૧૯૮૯માં જીલ્લા સહકારી વકિલ મનુભાઈ શાહ અને અનિલભાઈ દેસાઈ (પૂર્વ ડીજીપી)ની રાહબરી હેઠલ વકિલાતનો પ્રારંભ કરનાર રાજેષ કેશવલાલ દલ બાર એસો.ની ચૂંટણીમાં ચૂંટણી કમિશ્નર તરીકેની સેવા પણ આપે છે. આ ઉપરાંત ક્ષત્રિય સોરઠીયા રજપુત સમાજ (રાજકોટ) તથા દેવુભગત અતિથિ ભવન, દેવભૂમિ દ્વારકાના કાનૂની સલાહકાર તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજેષ દલે દિવાની તથા ફોજદારીના અનેક કેસો લડી પોતાની તરફેણમાં ચુકાદાઓ લાવ્યા છે. ચેક રિટર્નના કેસોમાં પણ તેઓ બાહોશ ગણાય છે અને અત્યાર સુધી ૩૦ થી ૪૦ કેસોમાં આરોપીઓને સજા અપાવી છે. તેઓ ભાજપ લીગલ સેલમાં પણ ૨૦ વર્ષથી સેવા આપી રહ્યા છે. રાજેષ દલનો મો. નં. ૯૮૨૫૮ ૬૬૨૨૯ છે.

(4:22 pm IST)
  • બીટકોઈન - ક્રિપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી : ડોનાલ્ડ ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે જેની કિંમતો બહુ અસ્થિર છે અને જેનો પાયો નબળો છે તેવી બીટકોઈન અને તેના જેવી બીજી ક્રીપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી access_time 1:13 pm IST

  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST

  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST