Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

૩ મહાનગરોના પૂર્વ કમિશનરનો જન્મદિન

સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશતા મુકેશકુમારઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ. ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને મુખ્ય વહીવટી અધિકારી શ્રી મુકેશકુમાર આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે. તેમનો જન્મ ૧૯૭૦ના વર્ષની ૮ જુલાઈએ થયેલ. આજે ચમકતા-દમકતા જીવનના ૫૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મૂળ બિહારના વતની અને ૧૯૯૬ની બેચના આઈ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી છે. તેમણે આઈ.આઈ.ટી. કાનપુરથી ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ ક્ષેત્રે બી. ટેક.ની પદવી મેળવી છે. ગુજરાતની પ્રતિષ્ઠિત એન્જીનિયરીંગ કોલેજ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેકનોલોજી, રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ (આઈ.આઈ.ટી. રામ)ના પ્રથમ નિયામક તરીકે પાયાની કામગીરી કરવાનો જશ તેમના ભાગે જાય છે.ઙ્ગશ્રી મુકેશકુમાર અગાઉ વડોદરામાં મદદનિશ કલેકટર, ડાંગમાં જિલ્લા કલેકટર, ઈન્ડેક્ષ બી-ના મેનેજીંગ ડીરેકટર, શિક્ષણ વિભાગના સર્વશિક્ષા અભિયાનમાં નિયામક, મહિલા અને બાળ વિકાસ કમિશનર, રાજકોટ-ભાવનગર અને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. અધિકારી તરીકેની ફરજ ઉપરાંત કંઈક વિશેષ પ્રજાલક્ષી કામગીરી કરવી તે તેમનો સ્વભાવ છે. રાજકોટમાં કાર્યકાળના ૩ વર્ષથી વધુ સમયમાં તેમણે કરેલી કામગીરીને અનેક લોકો આજે'ય યાદ કરી રહ્યા છે અને અમુક 'અસરગ્રસ્તો' હજુ ભૂલી શકતા નથી.

મો. ૯૯૭૮૪ ૦૭૬૭૬ - ગાંધીનગર

(11:51 am IST)
  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST

  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST