Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કાલે ઈન્ડેક્ષ બી-ના એમ.ડી.રાજકુમાર બેનીવાલનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યના ઉદ્યોગ વિભાગ હેઠળના ઈન્ડેક્ષ બી-ના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા શ્રી રાજકુમાર બેનીવાલનો જન્મ તા. ૭ જુલાઈ ૧૯૭૭ના દિવસે થયેલ. આવતીકાલે ૪૩માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા અને અમદાવાદમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૦૪ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૦૦૯

મો. ૯૯૭૮૪ ૪૭૪૯૯ - ગાંધીનગર

(3:56 pm IST)
  • જસ્ટીસ અકિલ કુરેશી સંદર્ભનો કેસ ૧૫ જુલાઈએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સાંભળશે : જસ્ટીસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવા અંગેની ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનની અરજીની સુનાવણી ૧૫ જુલાઈએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં થશે access_time 1:12 pm IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST