Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સાવરકુંડલાના સેવાભાવી પ્રતિક નાકરાણીનો જન્મદિન

સાવરકુંડલા, તા., ૬: યુવા વેપારી આગેવાન અને નગરપાલીકાના કાઉન્સીલર એવા સેવાભાવી યુવાન પ્રતિકભાઇ નાકરાણીનો આજે જન્મદિવસ છે. સેવામયી સુગંધભર્યા ઓગણત્રીસ વર્ષ પુરા કરી આજે તેજસ્વી ત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

પ્રતિકભાઇ નાકરાણી સાવરકુંડલાની સીગ્મા સ્કુલ ઓફ સાયન્સમાં મેનેજીંગ ટ્રસ્ટી-સાવરકુંડલા ગૌશાળામાં ટ્રસ્ટી કૃષી સેવા સહકારી મંડળીમાં ડીરેકટર અને સાવરકુંડલા શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહયા હોય સમાજમાં બહોળો ચાહક વર્ગ ધરાવે છે. આજે તેમના જન્મદિન નિમિતે મો.૯૯૭૯ર પ૩૦૮૪ ઉપર મિત્રો-શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:29 pm IST)
  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST