Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાવનો કાલે જન્મદિવસ

 જસદણ, તા.૬: જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ નો કાલે જન્મ દિવસ છે.

તા. ૭-૭-૧૯૭૨ ના રોજ જન્મેલા પંકજભાઈ ચાંવઙ્ગ નાનપણથી જ રાષ્ટ્રવાદી વિચારધારા ના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ૨૦૦૩ની સાલમાં નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટણી જીત્યાં બાદ જસદણ નગરપાલિકામાં ત્રણ વાર કારોબારી ચેરમેન, શહેર ભાજપ ઉપપ્રમુખ, સતત બે ટર્મ જસદણ શહેર ભાજપ મહામંત્રી તેમજ જિલ્લા ભાજપમાં નગરપાલિકા સેલના કન્વીનર રહી ચૂકયા છે. હાલ જસદણ નગરપાલિકા ઉપપ્રમુખ રેખાબેન ચાવના પતિ તરીકે નગરપાલિકામાં સક્રિય છે. જસદણ શહેર ઇલેકટ્રોનિક એસોસિયનના પ્રમુખ, શ્રી સિહોરી એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ, સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ ગ્રામ્ય ગવર્નિંગ કાઉન્સેલીંગ સમિતિના મેમ્બર સહિતની જગ્યાએ સેવા આપી રહ્યા છે. સમસ્ત બ્રહ્મ સમાજ સહિત બહોળો મિત્ર વર્ગ ધરાવનાર પંકજભાઈ ચાવનો આવતીકાલે રવિવારે જન્મદિવસ હોઈ આજથી જ તેમના મોબાઈલ નંબર ૯૪૨૬૯૩૦૬૫૦ ઉપર શુભેચ્છા વર્ષ થઈ રહી છે.

 

(11:38 am IST)