Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સહકાર અગ્રણી - શ્રી શિવશકિત મંડળીના હરગોપાલસિંહ જાડેજાનો આજે જન્મદિવસઃ શુભેચ્છાઓનો વરસાદ

રાજકોટ : સંપ, સેવા, સહકાર અને સંયમના સિદ્ધાંતોને વરેલા એવા બાપુના નામથી જાણીતા શ્રી શિવશકિત શરાફી સહકારી મંડળી લી.ના સર્વેસર્વા એવા શ્રી હરગોપાલસિંહ જાડેજાનો આજે મંગલ જન્મદિવસ છે. આજે તેઓ પોતાના યશસ્વી જીવનના ૬૯ વર્ષ પુરા કરી ૭૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના પર સગા, સંબંધીઓ, મિત્રો, શુભેચ્છકો, સહકારી આગેવાનો, સભાસદો, થાપણદારો સહિતના લોકો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે. રોમેરોમમાં સહકારની ભાવના અને સેવા કરવાની ભેખ ધરાવતા શ્રી હરગોપાલસિંહ જાડેજા મંડળી ઉપરાંત સંઘમાં પણ ડાયરેકટર પદ શોભાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનેકવિધ સમાજ અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે પણ કાર્યરત છે. તેઓએ પોતાની મંડળી થકી અનેક નાના માણસોની આર્થિક જરૂરીયાતો પૂર્ણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા છે. અત્યંત સરળ અને નિખાલસ વ્યકિતત્વ એ તેમની આગવી ઓળખ છે અને તેથી જ તેમણે સહકારી તથા સમાજમાં માનભર્યુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેમણે સ્થાપેલી મંડળી આજે કોઈ બેન્કને ટક્કર મારે એટલી સધ્ધર બની ગઈ છે. હજારો સભાસદો અને હજારો થાપણદારોનો વિશ્વાસ તેમણે સંપાદન કર્યો હોવાથી મંડળી રોજેરોજ સફળતાના નવા શિખરો સર કરી રહી છે. બાપુ હંમેશા સરળ અને સાદગીભર્યુ જીવન જીવવાના આગ્રહી હોવાથી તેમને માનભરી નજરથી જોવામાં આવે છે. આવા સરળ હૃદયી બાપુના જન્મદિવસે ખૂબ ખૂભ શુભેચ્છાઓ...

(10:01 am IST)
  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST

  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST