Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ડો. ડી. બી. દેસાઈનો આજે જન્મદિવસ

અમદાવાદઃ સ્વ.મનુભાઇ પંચોળી ''દર્શક'' ની તપોભૂમિ તેમજ આઝાદી સમયથી પાયાની કેળવણી ક્ષેત્રે કાર્યરત એવી સુપ્રસિધ્ધ લોકભારતી-સણોસરા સંસ્થાના અનુસ્નાતક એવા નામાંકિત એડ્વોકેટશ્રી ડો.ડી.બી.દેસાઇનો આજરોજ રોજ જન્મદિવસ છે.  ડો.દેસાઇએ  શિક્ષણની સર્વોચ્ચ પદવી-પીએચ.ડી.(ડોકટર ઓફ ફિલોસોફી)ની ડિગ્રી મેળવીને, પોતાની માતૃસંસ્થા, વકીલ બિરાદરી તેમજ પોતાના સમાજનું પણ ગૌરવ વધારેલ છે. તેઓ વકીલાત વ્યવસાય ઉપરાંત અનેક સામયિકો, વર્તમાનપત્રો વગેરેમા કાયદાકીય મુદ્દાઓને લગતાં લેખો લખીને તેમજ દૂરદર્શન-ટીવીના માધ્યમ થકી લોકોને કાયદાલક્ષી માર્ગદર્શન વર્ષોથી આપતા રહ્યા છે.

ડો.દેસાઇએ પૂ.મોરારીબાપુની રામકથાઓ અને અનેક કાયદાકીય, સામાજિક, ધાર્મિક તેમજ વિકાસલક્ષી શિબિરો-સભાઓમા પણ એક સુસંસ્કૃત વકતા તરીકે સેવા આપી છે.  ડો.ડી.બી. દેસાઇન  (ગુજરાત હાઇકોર્ટની સામે, ૬૦૨, સત્યમ૬૪ કોમ્પલેક્ષ, એસ. જી. હાઇવે, અમદાવાદ – મો.૯૪૨૬૩ ૬૨૪૯૪) જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(12:25 pm IST)