Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સંત મહેકાવે 'વસંત': કાગદડીના પૂર્વ સરપંચ લીંબાસિયાનો જન્મદિન

રાજકોટઃ. સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ હરિભકત અને જાણીતા સમાજ સેવક શ્રી વસંતભાઈ નાનજીભાઈ લંબાસિયા આજે ધર્મ અને કર્મના સંગાથે ૫૯માં વર્ષમાં પ્રવેશ્યા છે (જન્મ તા. ૫ જુલાઈ ૧૯૬૧).

ટંકારા પાસેના કાગદડી ગામના મૂળ વતની અને વરસો સુધી ત્યાં સરપંચ તરીકે સેવા આપનાર શ્રી વસંતભાઈ લીંબાસિયા હાલ લીંબાસિયા પરિવાર સોશ્યલ ગ્રુપ, નાનામવા રોડ પરની સાંકળ સોસાયટી, લેઉવા પટેલ પરિવાર સોશ્યલ ગ્રુપ વગેરેને સબળ સુકાન પુરૂ પાડી રહ્યા છે. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ કાગદડી, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ, સ્વામિનારાયણ ગુરૂકુળ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. વૃંદાવન ડેરી અને રાધિકા ગ્રુપ તેમની વ્યવસાયિક યશકલગીના પીછા છે. સ્વામિનારાયણ સંતોના તેઓ વિશેષ કૃપા પાત્ર છે. આજે જન્મદિન નિમિતે કાગદડીવાળા પર વરસી રહી છે શુભેચ્છાની વાદળી...

મો. ૯૯૨૫૦ ૧૩૨૧૫ - રાજકોટ

(11:35 am IST)