Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

નાની દુનિયામાં મોટુ નામ...

કાયદા ક્ષેત્રની ઝળહળતી યુવા પ્રતિભા સરકારી વકીલ સમીર ખીરાનો જન્મ દિવસ

રાજકોટ :. રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ફરજ બજાવતા સરકારી વકીલ સમીર એમ. ખીરાનો આજે જન્મ દિવસ છે. સમીર ખીરાએ ટૂંકાગાળામાં ખૂબ જ મહેનત અને કઠોર પરિશ્રમ કરેલ છે, તેમના માટે કહેવાય છે, 'નાની દુનિયામાં મોટું નામ... સમીર ખીરા'. ફોજદારી કેસો, સિવિલ કેસોમાં કાયદાકીય લડત આપી સરકાર તરફે જીત મેળવેલ છે. ખૂન, લૂંટ, એસીબી વિગેરે ગુન્હામાં સૌથી વધુ સજા સમીરભાઈ ખીરાએ કરાવેલ છે. ઈન્ડીયન લો ઈન્સ્ટીટયુટ તથા લંડન લો યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે દિલ્હી મુકામે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં રાજકોટથી સમીર ખીરાની પસંદગી થયેલી. કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજ્યનું અભિયાન 'બેટી બચાવ, બેટી પઢાવ' હેઠળ નાના ગામડાઓમાં માર્ગદર્શન પુરૂ પાડેલ તેમજ 'સ્વચ્છ ભારત અભિયાન'ની સતત કામગીરી પોતાની ટીમ સાથે કરતા રહેલ છે.

સમીરભાઈ ખીરા ઈન્ટરનેશનલ લાયન્સ કલબનું સભ્યપદ ધરાવે છે. અનેક બેન્કો, મંડળીઓમાં પેનલ એડવોકેટ, લો કમીશન ઓફ ઈન્ડીયાના સભ્ય અભયભાઈ ભારદ્વાજ, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના સભ્ય દિલીપભાઈ પટેલ તથા રાજકોટ બાર એસોસીએશન, સમસ્ત બ્રહ્મસમાજ તથા મિત્ર વર્તુળોએ સમીર ખીરાનો મો. ૯૮૨૫૭ ૬૫૨૦૦ ઉપર શુભેચ્છા પાઠવેલ છે.

(1:23 pm IST)