Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

રાજકોટ ડી.આર.ડી.એ.ના પૂર્વ નિયામક

બોટાદના પૂર્વ કલેકટર વી.સી. વર્માનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતના વહીવટી તંત્રમાં જી.એ.એસ. અને આઈ.એ.એસ. કેડરમાં વિવિધ સ્થાનો પર પ્રશંસનીય ફરજ બજાવી ચૂકેલા નિવૃત અધિકારી (આઈ.એ.એસ. ૨૦૦૫) મૂળ મેરઠના વતની શ્રી વી.સી. વર્માનો જન્મ તા. ૩ જુલાઈ ૧૯૫૫ના દિવસે થયેલ. આજે ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી, અમરેલીમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજ્યમાં સમાજ સુરક્ષા નિયામક, બોટાદ જિલ્લા કલેકટર, ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સંયુકત નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ સુરતમાં નિવૃત જીવન ગાળી રહ્યા છે.

મો. ૯૮૨૫૦ ૩૯૧૫૦ - સુરત

(11:39 am IST)